अप्पाणमयाणंता मूढा दु परप्पवादिणो केई ।
जीवं अज्झवसाणं कम्मं च तहा परूवेंति ।।३९।।
अवरे अज्झवसाणेसु तिव्वमंदाणुभागगं जीवं ।
मण्णंति तहा अवरे णोकम्मं चावि जीवो त्ति ।।४०।।
कम्मस्सुदयं जीवं अवरे कम्माणुभागमिच्छंति ।
तिव्वत्तणमंदत्तणगुणेहिं जो सो हवदि जीवो ।।४१।।
जीवो कम्मं उहयं दोण्णि वि खलु केइ जीवमिच्छंति ।
अवरे संजोगेण दु कम्माणं जीवमिच्छंति ।।४२।।
રહિત નિરાકુળ છે. (અહીં ધીર, ઉદાત્ત, અનાકુળ — એ ત્રણ વિશેષણો શાંતરૂપ નૃત્યનાં
આભૂષણ જાણવાં.) એવું જ્ઞાન વિલાસ કરે છે.
ભાવાર્થઃ — આ જ્ઞાનનો મહિમા કહ્યો. જીવ-અજીવ એક થઈ રંગભૂમિમાં પ્રવેશ કરે
છે તેમને આ જ્ઞાન જ ભિન્ન જાણે છે. જેમ નૃત્યમાં કોઈ સ્વાંગ આવે તેને જે યથાર્થ જાણે
તેને સ્વાંગ કરનારો નમસ્કાર કરી પોતાનું રૂપ જેવું હોય તેવું જ કરી લે છે તેવી રીતે અહીં
પણ જાણવું. આવું જ્ઞાન સમ્યગ્દ્રષ્ટિ પુરુષોને હોય છે; મિથ્યાદ્રષ્ટિ આ ભેદ જાણતા નથી. ૩૩.
હવે જીવ-અજીવનું એકરૂપ વર્ણન કરે છેઃ —
કો મૂઢ, આત્મ તણા અજાણ, પરાત્મવાદી જીવ જે,
‘છે કર્મ, અધ્યવસાન તે જીવ’ એમ એ નિરૂપણ કરે! ૩૯.
વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષણ-મંદ જે,
એને જ માને આતમા, વળી અન્ય કો નોકર્મને! ૪૦.
કો અન્ય માને આતમા કર્મો તણા વળી ઉદયને,
કો તીવ્રમંદ-ગુણો સહિત કર્મો તણા અનુભાગને! ૪૧.
કો કર્મ ને જીવ ઉભયમિલને જીવની આશા ધરે,
કર્મો તણા સંયોગથી અભિલાષ કો જીવની કરે! ૪૨.
જીવ-અજીવ અધિકાર
૮૭