नान्यस्यानुपलभ्यमानत्वादिति केचित् । मज्जितावदुभयात्मकत्वादात्मकर्मोभयमेव जीवः कार्त्स्न्यतः
कर्मणोऽतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित् । अर्थक्रियासमर्थः कर्मसंयोग एव जीवः
कर्मसंयोगात्खटवाया इवाष्टकाष्ठसंयोगादतिरिक्तत्वेनान्यस्यानुपलभ्यमानत्वादिति केचित् ।
एवमेवंप्रकारा इतरेऽपि बहुप्रकाराः परमात्मेति व्यपदिशन्ति दुर्मेधसः, किन्तु न ते
परमार्थवादिभिः परमार्थवादिन इति निर्दिश्यन्ते ।
कुतः —
જે કર્મનો અનુભવ તે જ જીવ છે કારણ કે સુખ-દુઃખથી અન્ય જુદો કોઈ જીવ દેખવામાં
આવતો નથી. ૬. કોઈ કહે છે કે શિખંડની જેમ ઉભયરૂપ મળેલાં જે આત્મા અને કર્મ,
તે બન્ને મળેલાં જ જીવ છે કારણ કે સમસ્તપણે (સંપૂર્ણપણે) કર્મથી અન્ય જુદો કોઈ જીવ
જોવામાં આવતો નથી. ૭. કોઈ કહે છે કે અર્થક્રિયામાં (પ્રયોજનભૂત ક્રિયામાં) સમર્થ એવો
જે કર્મનો સંયોગ તે જ જીવ છે કારણ કે જેમ આઠ લાકડાંના સંયોગથી અન્ય જુદો કોઈ
ખાટલો જોવામાં આવતો નથી તેમ કર્મના સંયોગથી અન્ય જુદો કોઈ જીવ જોવામાં આવતો
નથી. (આઠ લાકડાં મળી ખાટલો થયો ત્યારે અર્થક્રિયામાં સમર્થ થયો; તે રીતે અહીં પણ
જાણવું.) ૮. આ પ્રમાણે આઠ પ્રકાર તો આ કહ્યા અને એવા એવા અન્ય પણ અનેક
પ્રકારના દુર્બુદ્ધિઓ (અનેક પ્રકારે) પરને આત્મા કહે છે; પરંતુ તેમને પરમાર્થના
જાણનારાઓ સત્યાર્થવાદી કહેતા નથી.
ભાવાર્થઃ — જીવ-અજીવ બન્ને અનાદિથી એકક્ષેત્રાવગાહસંયોગરૂપ મળી રહ્યાં છે
અને અનાદિથી જ જીવની પુદ્ગલના સંયોગથી અનેક વિકારસહિત અવસ્થાઓ થઈ રહી
છે. પરમાર્થદ્રષ્ટિએ જોતાં, જીવ તો પોતાના ચૈતન્યત્વ આદિ ભાવોને છોડતો નથી અને
પુદ્ગલ પોતાના મૂર્તિક જડત્વ આદિને છોડતું નથી. પરંતુ જે પરમાર્થને જાણતા નથી તેઓ
સંયોગથી થયેલા ભાવોને જ જીવ કહે છે; કારણ કે પરમાર્થે જીવનું સ્વરૂપ પુદ્ગલથી ભિન્ન
સર્વજ્ઞને દેખાય છે તેમ જ સર્વજ્ઞની પરંપરાનાં આગમથી જાણી શકાય છે, તેથી જેમના
મતમાં સર્વજ્ઞ નથી તેઓ પોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી કહે છે. તેમાંથી વેદાંતી,
મીમાંસક, સાંખ્ય, યોગ, બૌદ્ધ, નૈયાયિક, વૈશેષિક, ચાર્વાક આદિ મતોના આશય લઈ આઠ
પ્રકાર તો પ્રગટ કહ્યા; અને અન્ય પણ પોતપોતાની બુદ્ધિથી અનેક કલ્પના કરી અનેક પ્રકારે
કહે છે તે ક્યાં સુધી કહેવા?
એવું કહેનારા સત્યાર્થવાદી કેમ નથી તે કહે છેઃ —
૯૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-