Samaysar (Gujarati). Gatha: 44.

< Previous Page   Next Page >


Page 91 of 642
PDF/HTML Page 122 of 673

 

background image
एदे सव्वे भावा पोग्गलदव्वपरिणामणिप्पण्णा
केवलिजिणेहिं भणिया कह ते जीवो त्ति वुच्चंति ।।४४।।
एते सर्वे भावाः पुद्गलद्रव्यपरिणामनिष्पन्नाः
केवलिजिनैर्भणिताः कथं ते जीव इत्युच्यन्ते ।।४४।।
यतः एतेऽध्यवसानादयः समस्ता एव भावा भगवद्भिर्विश्वसाक्षिभिरर्हद्भिः
पुद्गलद्रव्यपरिणाममयत्वेन प्रज्ञप्ताः सन्तश्चैतन्यशून्यात्पुद्गलद्रव्यादतिरिक्तत्वेन प्रज्ञाप्यमानं
चैतन्यस्वभावं जीवद्रव्यं भवितुं नोत्सहन्ते; ततो न खल्वागमयुक्तिस्वानुभवैर्बाधितपक्षत्वात्
तदात्मवादिनः परमार्थवादिनः
एतदेव सर्वज्ञवचनं तावदागमः इयं तु स्वानुभवगर्भिता
युक्तिःन खलु नैसर्गिकरागद्वेषकल्माषितमध्यवसानं जीवस्तथाविधाध्यवसानात्कार्तस्वरस्येव
श्यामिकाया अतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वात् न खल्वना-
પુદ્ગલ તણા પરિણામથી નીપજેલ સર્વે ભાવ આ
સહુ કેવળીજિન ભાખિયા, તે જીવ કેમ કહો ભલા? ૪૪.
ગાથાર્થ[एते] આ પૂર્વે કહેલાં અધ્યવસાન આદિ [सर्वे भावाः] ભાવો છે તે બધાય
[पुद्गलद्रव्यपरिणामनिष्पन्नाः] પુદ્ગલદ્રવ્યના પરિણામથી નીપજ્યા છે એમ [केवलिजिनैः] કેવળી
સર્વજ્ઞ જિનદેવોએ [भणिताः] કહ્યું છે [ते] તેમને [जीवः इति] જીવ એમ [कथं उच्यन्ते] કેમ
કહી શકાય?
ટીકાઆ અધ્યવસાનાદિ ભાવો છે તે બધાય, વિશ્વને (સમસ્ત પદાર્થોને) સાક્ષાત્
દેખનારા ભગવાન (વીતરાગ સર્વજ્ઞ) અર્હંતદેવો વડે, પુદ્ગલદ્રવ્યના પરિણામમય કહેવામાં
આવ્યા હોવાથી, તેઓ ચૈતન્યસ્વભાવમય જીવદ્રવ્ય થવા સમર્થ નથી કે જે જીવદ્રવ્ય
ચૈતન્યભાવથી શૂન્ય એવા પુદ્ગલદ્રવ્યથી અતિરિક્ત (
ભિન્ન) કહેવામાં આવ્યું છે; માટે જેઓ
આ અધ્યવસાનાદિકને જીવ કહે છે તેઓ ખરેખર પરમાર્થવાદી નથી કેમ કે આગમ, યુક્તિ
અને સ્વાનુભવથી તેમનો પક્ષ બાધિત છે. તેમાં, ‘તેઓ જીવ નથી’ એવું આ સર્વજ્ઞનું વચન
છે તે તો આગમ છે અને આ (
નીચે પ્રમાણે) સ્વાનુભવગર્ભિત યુક્તિ છેઃસ્વયમેવ
ઉત્પન્ન થયેલા એવા રાગ-દ્વેષ વડે મલિન અધ્યવસાન છે તે જીવ નથી કારણ કે,
કાલિમા(
કાળપ)થી જુદા સુવર્ણની જેમ, એવા અધ્યવસાનથી જુદો અન્ય ચિત્સ્વભાવરૂપ જીવ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અજીવ અધિકાર
૯૧