કહાનજૈનશાસ્ત્રમાળા ]
स्वयमुपलभ्यमानत्वात् । न खल्वर्थक्रियासमर्थः कर्मसंयोगो जीवः कर्मसंयोगात् खटवाशायिनः पुरुषस्येवाष्टकाष्ठसंयोगादतिरिक्तत्वेनान्यस्य चित्स्वभावस्य विवेचकैः स्वयमुपलभ्यमानत्वादिति ।
स्वयमपि निभृतः सन् पश्य षण्मासमेकम् ।
ननु किमनुपलब्धिर्भाति किञ्चोपलब्धिः ।।३४।।
જે ખાટલામાં સૂનારો પુરુષ તેની જેમ, કર્મસંયોગથી જુદો અન્ય ચૈતન્યસ્વભાવરૂપ જીવ ભેદજ્ઞાનીઓ વડે સ્વયં ઉપલભ્યમાન છે અર્થાત્ તેઓ પોતે તેને પ્રત્યક્ષ અનુભવે છે. ૮. (આ જ રીતે અન્ય કોઈ બીજા પ્રકારે કહે ત્યાં પણ આ જ યુક્તિ જાણવી.)
[ભાવાર્થઃ — ચૈતન્યસ્વભાવરૂપ જીવ, સર્વ પરભાવોથી જુદો, ભેદજ્ઞાનીઓને અનુભવગોચર છે; તેથી જેમ અજ્ઞાની માને છે તેમ નથી.]
અહીં પુદ્ગલથી ભિન્ન આત્માની ઉપલબ્ધિ પ્રત્યે વિરોધ કરનાર (-પુદ્ગલને જ આત્મા જાણનાર) પુરુષને (તેના હિતરૂપ આત્મપ્રાપ્તિની વાત કહી) મીઠાશથી (અને સમભાવથી) જ આ પ્રમાણે ઉપદેશ કરવો એમ કાવ્યમાં કહે છેઃ —
શ્લોકાર્થઃ — હે ભવ્ય! તને [अपरेण] બીજો [अकार्य-कोलाहलेन] નકામો કોલાહલ કરવાથી [किम्] શો લાભ છે? [विरम] એ કોલાહલથી તું વિરક્ત થા અને [एकम्] એક ચૈતન્યમાત્ર વસ્તુને [स्वयम् अपि] પોતે [निभृतः सन्] નિશ્ચળ લીન થઈ [पश्य षण्मासम्] દેખ; એવો છ મહિના અભ્યાસ કર અને જો ( – તપાસ) કે એમ કરવાથી [हृदय-सरसि] પોતાના હૃદયસરોવરમાં [पुद्गलात् भिन्नधाम्नः] જેનું તેજ-પ્રતાપ-પ્રકાશ પુદ્ગલથી ભિન્ન છે એવા [पुंसः] આત્માની [ननु किम् अनुपलब्धिः भाति] પ્રાપ્તિ નથી થતી [किं च उपलब्धिः] કે થાય છે.
ભાવાર્થઃ — જો પોતાના સ્વરૂપનો અભ્યાસ કરે તો તેની પ્રાપ્તિ અવશ્ય થાય; જો પરવસ્તુ હોય તો તેની તો પ્રાપ્તિ ન થાય. પોતાનું સ્વરૂપ તો મોજૂદ છે, પણ ભૂલી રહ્યો છે; જો ચેતીને દેખે તો પાસે જ છે. અહીં છ મહિનાનો અભ્યાસ કહ્યો તેથી એમ ન સમજવું કે એટલો જ વખત લાગે. તેનું થવું તો અંતર્મૂહૂર્તમાત્રમાં જ છે, પરંતુ શિષ્યને બહુ