कथं चिदन्वयप्रतिभासेऽप्यध्यवसानादयः पुद्गलस्वभावा इति चेत् —
अट्ठविहं पि य कम्मं सव्वं पोग्गलमयं जिणा बेंति ।
जस्स फलं तं वुच्चदि दुक्खं ति विपच्चमाणस्स ।।४५।।
अष्टविधमपि च कर्म सर्वं पुद्गलमयं जिना ब्रुवन्ति ।
यस्य फलं तदुच्यते दुःखमिति विपच्यमानस्य ।।४५।।
अध्यवसानादिभावनिर्वर्तकमष्टविधमपि च कर्म समस्तमेव पुद्गलमयमिति किल सकलज्ञ-
प्रज्ञप्तिः । तस्य तु यद्विपाककाष्ठामधिरूढस्य फलत्वेनाभिलप्यते तदनाकुलत्वलक्षणसौख्याख्यात्म-
स्वभावविलक्षणत्वात्किल दुःखं । तदन्तःपातिन एव किलाकुलत्वलक्षणा अध्यवसानादिभावाः ।
કઠિન લાગતું હોય તો તેનો નિષેધ કર્યો છે. જો સમજવામાં બહુ કાળ લાગે તો છ
મહિનાથી અધિક નહિ લાગે; તેથી અન્ય નિષ્પ્રયોજન કોલાહલ છોડી આમાં લાગવાથી
જલદી સ્વરૂપની પ્રાપ્તિ થશે એવો ઉપદેશ છે. ૩૪.
હવે શિષ્ય પૂછે છે કે આ અધ્યવસાનાદિ ભાવો જીવ ન કહ્યા, અન્ય ચૈતન્યસ્વભાવ
જીવ કહ્યો; તો આ ભાવો પણ ચૈતન્ય સાથે સંબંધ રાખનારા પ્રતિભાસે છે, (ચૈતન્ય સિવાય
જડને તો દેખાતા નથી,) છતાં તેમને પુદ્ગલના સ્વભાવ કેમ કહ્યા? તેના ઉત્તરનું ગાથાસૂત્ર
કહે છેઃ —
રે! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે,
પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ૪૫.
ગાથાર્થઃ — [अष्टविधम् अपि च] આઠે પ્રકારનું [कर्म] કર્મ છે તે [सर्वं] સર્વ [पुद्गलमयं]
પુદ્ગલમય છે એમ [जिनाः] જિનભગવાન સર્વજ્ઞદેવો [ब्रुवन्ति] કહે છે – [यस्य विपच्यमानस्य] જે
પક્વ થઈ ઉદયમાં આવતા કર્મનું [फलं] ફળ [ तत् ] પ્રસિદ્ધ [दुःखम्] દુઃખ છે [इति उच्यते]
એમ કહ્યું છે.
ટીકાઃ — અધ્યવસાન આદિ સમસ્ત ભાવોને ઉત્પન્ન કરનારું જે આઠે પ્રકારનું
જ્ઞાનાવરણ આદિ કર્મ છે તે બધુંય પુદ્ગલમય છે એવું સર્વજ્ઞનું વચન છે. વિપાકની હદે
પહોંચેલા તે કર્મના ફળપણે જે કહેવામાં આવે છે તે (એટલે કે કર્મફળ), અનાકુળતાલક્ષણ
જે સુખ નામનો આત્મસ્વભાવ તેનાથી વિલક્ષણ હોવાથી, દુઃખ છે. તે દુઃખમાં જ
૯૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-