ततो न ते चिदन्वयविभ्रमेऽप्यात्मस्वभावाः, किन्तु पुद्गलस्वभावाः ।
यद्यध्यवसानादयः पुद्गलस्वभावास्तदा कथं जीवत्वेन सूचिता इति चेत् —
ववहारस्स दरीसणमुवएसो वण्णिदो जिणवरेहिं ।
जीवा एदे सव्वे अज्झवसाणादओ भावा ।।४६।।
व्यवहारस्य दर्शनमुपदेशो वर्णितो जिनवरैः ।
जीवा एते सर्वेऽध्यवसानादयो भावाः ।।४६।।
सर्वे एवैतेऽध्यवसानादयो भावाः जीवा इति यद्भगवद्भिः सकलज्ञैः प्रज्ञप्तं तदभूतार्थस्यापि
व्यवहारस्यापि दर्शनम् । व्यवहारो हि व्यवहारिणां म्लेच्छभाषेव म्लेच्छानां परमार्थप्रतिपादकत्वाद-
परमार्थोऽपि तीर्थप्रवृत्तिनिमित्तं दर्शयितुं न्याय्य एव । तमन्तरेण तु शरीराज्जीवस्य परमार्थतो
આકુળતાલક્ષણ અધ્યવસાન આદિ ભાવો સમાવેશ પામે છે; તેથી, જોકે તેઓ ચૈતન્ય સાથે
સંબંધ હોવાનો ભ્રમ ઉપજાવે છે તોપણ, તેઓ આત્માના સ્વભાવો નથી પણ પુદ્ગલ-
સ્વભાવો છે.
ભાવાર્થઃ — કર્મનો ઉદય આવે ત્યારે આ આત્મા દુઃખરૂપ પરિણમે છે અને દુઃખરૂપ
ભાવ છે તે અધ્યવસાન છે તેથી દુઃખરૂપ ભાવમાં ( – અધ્યવસાનમાં) ચેતનતાનો ભ્રમ ઊપજે
છે. પરમાર્થે દુઃખરૂપ ભાવ ચેતન નથી, કર્મજન્ય છે તેથી જડ જ છે.
હવે પૂછે છે કે જો અધ્યવસાનાદિ ભાવો છે તે પુદ્ગલસ્વભાવો છે તો સર્વજ્ઞના
આગમમાં તેમને જીવપણે કેમ કહેવામાં આવ્યા છે? તેના ઉત્તરનું ગાથાસૂત્ર કહે છેઃ —
વ્યવહાર એ દર્શાવિયો જિનવર તણા ઉપદેશમાં,
આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. ૪૬.
ગાથાર્થઃ — [एते सर्वे] આ સર્વ [अध्यवसानादयः भावाः] અધ્યવસાનાદિ ભાવો છે તે
[जीवाः] જીવ છે એવો [जिनवरैः] જિનવરોએ [उपदेशः वर्णितः] જે ઉપદેશ વર્ણવ્યો છે તે
[व्यवहारस्य दर्शनम्] વ્યવહારનય દર્શાવ્યો છે.
ટીકાઃ — આ બધાય અધ્યવસાનાદિ ભાવો જીવ છે એવું જે ભગવાન સર્વજ્ઞદેવોએ
કહ્યું છે તે, જોકે વ્યવહારનય અભૂતાર્થ છે તોપણ, વ્યવહારનયને પણ દર્શાવ્યો છે; કારણ
કે જેમ મ્લેચ્છભાષા મ્લેચ્છોને વસ્તુસ્વરૂપ જણાવે છે તેમ વ્યવહારનય વ્યવહારી જીવોને
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અજીવ અધિકાર
૯૫