૯૬
भेददर्शनात्त्रसस्थावराणां भस्मन इव निःशङ्कमुपमर्दनेन हिंसाऽभावाद्भवत्येव बन्धस्याभावः । तथा रक्तद्विष्टविमूढो जीवो बध्यमानो मोचनीय इति रागद्वेषमोहेभ्यो जीवस्य परमार्थतो भेददर्शनेन मोक्षोपायपरिग्रहणाभावात् भवत्येव मोक्षस्याभावः ।
પરમાર્થનો કહેનાર છે તેથી, અપરમાર્થભૂત હોવા છતાં પણ, ધર્મતીર્થની પ્રવૃત્તિ કરવા માટે (વ્યવહારનય) દર્શાવવો ન્યાયસંગત જ છે. પરંતુ જો વ્યવહાર ન દર્શાવવામાં આવે તો, પરમાર્થે ( – પરમાર્થનયે) શરીરથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, જેમ ભસ્મને મસળી નાખવામાં હિંસાનો અભાવ છે તેમ, ત્રસસ્થાવર જીવોનું નિઃશંકપણે મર્દન (ઘાત) કરવામાં પણ હિંસાનો અભાવ ઠરશે અને તેથી બંધનો જ અભાવ ઠરશે; વળી પરમાર્થ દ્વારા રાગ-દ્વેષ-મોહથી જીવ ભિન્ન દર્શાવવામાં આવતો હોવાથી, ‘રાગી, દ્વેષી, મોહી જીવ કર્મથી બંધાય છે તેને છોડાવવો’ — એમ મોક્ષના ઉપાયના ગ્રહણનો અભાવ થશે અને તેથી મોક્ષનો જ અભાવ થશે. (આમ જો વ્યવહારનય ન દર્શાવવામાં આવે તો બંધ-મોક્ષનો અભાવ ઠરે છે.)
ભાવાર્થઃ — પરમાર્થનય તો જીવને શરીર તથા રાગદ્વેષમોહથી ભિન્ન કહે છે. જો તેનો એકાંત કરવામાં આવે તો શરીર તથા રાગદ્વેષમોહ પુદ્ગલમય ઠરે અને તો પછી પુદ્ગલને ઘાતવાથી હિંસા થતી નથી અને રાગદ્વેષમોહથી બંધ થતો નથી. આમ, પરમાર્થથી જે સંસાર- મોક્ષ બન્નેનો અભાવ કહ્યો છે તે જ એકાંતે ઠરશે. પરંતુ આવું એકાંતરૂપ વસ્તુનું સ્વરૂપ નથી; અવસ્તુનું શ્રદ્ધાન, જ્ઞાન, આચરણ અવસ્તુરૂપ જ છે. માટે વ્યવહારનયનો ઉપદેશ ન્યાયપ્રાપ્ત છે. આ રીતે સ્યાદ્વાદથી બન્ને નયોનો વિરોધ મટાડી શ્રદ્ધાન કરવું તે સમ્યક્ત્વ છે.
હવે શિષ્ય પૂછે છે કે આ વ્યવહારનય કયા દ્રષ્ટાંતથી પ્રવર્ત્યો છે? તેનો ઉત્તર કહે છેઃ —