एमेव य ववहारो अज्झवसाणादिअण्णभावाणं ।
जीवो त्ति कदो सुत्ते तत्थेक्को णिच्छिदो जीवो ।।४८।।
राजा खलु निर्गत इत्येष बलसमुदयस्यादेशः ।
व्यवहारेण तूच्यते तत्रैको निर्गतो राजा ।।४७।।
एवमेव च व्यवहारोऽध्यवसानाद्यन्यभावानाम् ।
जीव इति कृतः सूत्रे तत्रैको निश्चितो जीवः ।।४८।।
यथैष राजा पंच योजनान्यभिव्याप्य निष्क्रामतीत्येकस्य पंच योजनान्यभिव्याप्तुम-
शक्यत्वाद्वयवहारिणां बलसमुदाये राजेति व्यवहारः, परमार्थतस्त्वेक एव राजा; तथैष जीवः समग्रं
रागग्राममभिव्याप्य प्रवर्तत इत्येकस्य समग्रं रागग्राममभिव्याप्तुमशक्यत्वाद्वयवहारिणामध्यव-
सानादिष्वन्यभावेषु जीव इति व्यवहारः, परमार्थतस्त्वेक एव जीवः ।
ત્યમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવો જીવ છે,
– સૂત્રે કર્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. ૪૮.
ગાથાર્થઃ — જેમ કોઈ રાજા સેના સહિત નીકળ્યો ત્યાં [राजा खलु निर्गतः] ‘આ રાજા
નીકળ્યો’ [इति एषः] એમ આ જે [बलसमुदयस्य] સેનાના સમુદાયને [आदेशः] કહેવામાં આવે
છે તે [व्यवहारेण तु उच्यते] વ્યવહારથી કહેવામાં આવે છે, [तत्र] તે સેનામાં (વાસ્તવિકપણે)
[एकः निर्गतः राजा] રાજા તો એક જ નીકળ્યો છે; [एवम् एव च] તેવી જ રીતે [अध्यवसानाद्यन्य-
भावानाम्] અધ્યવસાન આદિ અન્યભાવોને [जीवः इति] ‘(આ) જીવ છે’ એમ [सूत्रे]
પરમાગમમાં કહ્યું છે તે [व्यवहारः कृतः] વ્યવહાર કર્યો છે, [तत्र निश्चितः] નિશ્ચયથી
વિચારવામાં આવે તો તેમનામાં [जीवः एकः] જીવ તો એક જ છે.
ટીકાઃ — જેમ આ રાજા પાંચ યોજનના ફેલાવથી નીકળી રહ્યો છે એમ કહેવું તે, એક
રાજાનું પાંચ યોજનમાં ફેલાવું અશક્ય હોવાથી, વ્યવહારી લોકોનો સેનાસમુદાયમાં રાજા
કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો રાજા એક જ છે, (સેના રાજા નથી); તેવી રીતે આ
જીવ સમગ્ર રાગગ્રામમાં ( – રાગનાં સ્થાનોમાં) વ્યાપીને પ્રવર્તી રહ્યો છે એમ કહેવું તે, એક
જીવનું સમગ્ર રાગગ્રામમાં વ્યાપવું અશક્ય હોવાથી, વ્યવહારી લોકોનો અધ્યવસાનાદિક
અન્યભાવોમાં જીવ કહેવારૂપ વ્યવહાર છે; પરમાર્થથી તો જીવ એક જ છે, (અધ્યવસાનાદિક
ભાવો જીવ નથી).
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અજીવ અધિકાર
૯૭
13