૯૮
यः खलु पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानरसगुणत्वात्, पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमरसगुणत्वात्, परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावाद्द्रव्येन्द्रियावष्टम्भेनारसनात्, स्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बेनारसनात्, सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वा- त्केवलरसवेदनापरिणामापन्नत्वेनारसनात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधाद्रसपरिच्छेदपरिणत-
હવે શિષ્ય પૂછે છે કે એ અધ્યવસાનાદિ ભાવો છે તે જીવ નથી તો તે એક, ટંકોત્કીર્ણ, પરમાર્થસ્વરૂપ જીવ કેવો છે? તેનું લક્ષણ શું છે? એ પ્રશ્નનો ઉત્તર કહે છેઃ —
ગાથાર્થઃ — હે ભવ્ય! તું [जीवम्] જીવને [अरसम्] રસરહિત, [अरूपम्] રૂપરહિત, [अगन्धम्] ગંધરહિત, [अव्यक्तं] અવ્યક્ત અર્થાત્ ઇંદ્રિયોને ગોચર નથી એવો, [चेतनागुणम्] ચેતના જેનો ગુણ છે એવો, [अशब्दम्] શબ્દરહિત, [अलिङ्गग्रहणं] કોઈ ચિહ્નથી જેનું ગ્રહણ નથી એવો અને [अनिर्दिष्टसंस्थानम्] જેનો કોઈ આકાર કહેવાતો નથી એવો [जानीहि] જાણ.
ટીકાઃ — જે જીવ છે તે ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રસગુણ વિદ્યમાન નથી માટે અરસ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રસગુણ નથી માટે અરસ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ રસ ચાખતો નથી માટે અરસ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રસવેદનાપરિણામને પામીને રસ ચાખતો નથી માટે અરસ છે. ૫. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ જ્ઞેયજ્ઞાયકના તાદાત્મ્યનો (-એકરૂપ થવાનો) નિષેધ હોવાથી રસના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં