Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 99 of 642
PDF/HTML Page 130 of 673

 

background image
त्वेऽपि स्वयं रसरूपेणापरिणमनाच्चारसः तथा पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानरूपगुणत्वात्,
पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमरूपगुणत्वात्, परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावा-
द्द्रव्येन्द्रियावष्टम्भेनारूपणात्, स्वभावतः क्षायोपशमिकभावाभावाद्भावेन्द्रियावलम्बेनारूपणात्,
सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात्केवलरूपवेदनापरिणामापन्नत्वेनारूपणात्, सकलज्ञेय-
ज्ञायकतादात्म्यस्य निषेधाद्रूपपरिच्छेदपरिणतत्वेऽपि स्वयं रूपरूपेणापरिणमनाच्चारूपः
तथा
पुद्गलद्रव्यादन्यत्वेनाविद्यमानगन्धगुणत्वात्, पुद्गलद्रव्यगुणेभ्यो भिन्नत्वेन स्वयमगन्धगुणत्वात्,
परमार्थतः पुद्गलद्रव्यस्वामित्वाभावाद्द्रव्येन्द्रियावष्टम्भेनागन्धनात्, स्वभावतः क्षायोपशमिकभावा-
भावाद्भावेन्द्रियावलम्बेनागन्धनात्, सकलसाधारणैकसंवेदनपरिणामस्वभावत्वात्केवलगन्धवेदना-
परिणामापन्नत्वेनागन्धनात्, सकलज्ञेयज्ञायकतादात्म्यस्य निषेधाद्गन्धपरिच्छेदपरिणतत्वेऽपि स्वयं
પણ પોતે રસરૂપે પરિણમતો નથી માટે અરસ છે. ૬. આમ છ પ્રકારે રસના નિષેધથી તે
અરસ છે.
એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં રૂપગુણ વિદ્યમાન નથી
માટે અરૂપ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ રૂપગુણ નથી માટે
અરૂપ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના
આલંબન વડે પણ રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં
આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ
રૂપ દેખતો નથી માટે અરૂપ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ
સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક રૂપવેદનાપરિણામને પામીને રૂપ
દેખતો નથી માટે અરૂપ છે. ૫. (તેને સમસ્ત જ્ઞેયોનું જ્ઞાન થાય છે પરંતુ) સકલ જ્ઞેયજ્ઞાયકના
તાદાત્મ્યનો નિષેધ હોવાથી રૂપના જ્ઞાનરૂપે પરિણમતાં છતાં પણ પોતે રૂપરૂપે પરિણમતો નથી
માટે અરૂપ છે. ૬. આમ છ પ્રકારે રૂપના નિષેધથી તે અરૂપ છે.
એ રીતે, જીવ ખરેખર પુદ્ગલદ્રવ્યથી અન્ય હોવાથી તેમાં ગંધગુણ વિદ્યમાન નથી
માટે અગંધ છે. ૧. પુદ્ગલદ્રવ્યના ગુણોથી પણ ભિન્ન હોવાથી પોતે પણ ગંધગુણ નથી માટે
અગંધ છે. ૨. પરમાર્થે પુદ્ગલદ્રવ્યનું સ્વામીપણું પણ તેને નહિ હોવાથી તે દ્રવ્યેન્દ્રિયના
આલંબન વડે પણ ગંધ સૂંઘતો નથી માટે અગંધ છે. ૩. પોતાના સ્વભાવની દ્રષ્ટિથી જોવામાં
આવે તો ક્ષાયોપશમિક ભાવનો પણ તેને અભાવ હોવાથી તે ભાવેન્દ્રિયના આલંબન વડે પણ
ગંધ સૂંઘતો નથી માટે અગંધ છે. ૪. સકલ વિષયોના વિશેષોમાં સાધારણ એવા એક જ
સંવેદનપરિણામરૂપ તેનો સ્વભાવ હોવાથી તે કેવળ એક ગંધવેદનાપરિણામને પામીને ગંધ
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અજીવ અધિકાર
૯૯