૧૦૨
विप्रतिपत्तिप्रमाथिना विवेचकजनसमर्पितसर्वस्वेन सकलमपि लोकालोकं कवलीकृत्यात्यन्तसौहित्य- मन्थरेणेव सकलकालमेव मनागप्यविचलितानन्यसाधारणतया स्वभावभूतेन स्वयमनुभूयमानेन चेतनागुणेन नित्यमेवान्तःप्रकाशमानत्वात् चेतनागुणश्च । स खलु भगवानमलालोक इहैकष्टङ्कोत्कीर्णः प्रत्यग्ज्योतिर्जीवः ।
स्फु टतरमवगाह्य स्वं च चिच्छक्तिमात्रम् ।
कलयतु परमात्मात्मानमात्मन्यनन्तम् ।।३५।।
સ્પર્શતો નથી માટે અવ્યક્ત છે. ૫. પોતે પોતાથી જ બાહ્ય-અભ્યંતર સ્પષ્ટ અનુભવાઈ રહ્યો હોવા છતાં પણ વ્યક્તપણા પ્રતિ ઉદાસીનપણે પ્રદ્યોતમાન (પ્રકાશમાન) છે માટે અવ્યક્ત છે. ૬. આમ છ હેતુથી અવ્યક્તપણું સિદ્ધ કર્યું.
આ પ્રમાણે રસ, રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ, સંસ્થાન અને વ્યક્તપણાનો અભાવ હોવા છતાં પણ સ્વસંવેદનના બળથી પોતે સદા પ્રત્યક્ષ હોવાથી અનુમાનગોચરમાત્રપણાના અભાવને લીધે (જીવને) અલિંગગ્રહણ કહેવામાં આવે છે.
પોતાના અનુભવમાં આવતા ચેતનાગુણ વડે સદાય અંતરંગમાં પ્રકાશમાન છે તેથી (જીવ) ચેતનાગુણવાળો છે. કેવો છે ચેતનાગુણ? જે સમસ્ત વિપ્રતિપત્તિઓનો (જીવને અન્ય પ્રકારે માનવારૂપ ઝઘડાઓનો) નાશ કરનાર છે, જેણે પોતાનું સર્વસ્વ ભેદજ્ઞાની જીવોને સોંપી દીધું છે, જે સમસ્ત લોકાલોકને ગ્રાસીભૂત કરી જાણે કે અત્યંત તૃપ્તિ વડે ઠરી ગયો હોય તેમ (અર્થાત્ અત્યંત સ્વરૂપ-સૌખ્ય વડે તૃપ્ત તૃપ્ત હોવાને લીધે સ્વરૂપમાંથી બહાર નીકળવાનો અનુદ્યમી હોય તેમ) સર્વ કાળે કિંચિત્માત્ર પણ ચલાયમાન થતો નથી અને એ રીતે સદાય જરા પણ નહિ ચળતું અન્યદ્રવ્યથી અસાધારણપણું હોવાથી જે (અસાધારણ) સ્વભાવભૂત છે.
— આવો ચૈતન્યરૂપ પરમાર્થસ્વરૂપ જીવ છે. જેનો પ્રકાશ નિર્મળ છે એવો આ ભગવાન આ લોકમાં એક, ટંકોત્કીર્ણ, ભિન્ન જ્યોતિરૂપ વિરાજમાન છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહી એવા આત્માના અનુભવની પ્રેરણા કરે છેઃ —
શ્લોકાર્થઃ — [ चित्-शक्ति-रिक्तं ] ચિત્શક્તિથી રહિત [ सकलम् अपि ] અન્ય સકળ ભાવોને [अह्नाय] મૂળથી [विहाय] છોડીને [च] અને [स्फु टतरम्] પ્રગટપણે [स्वं चित्-शक्तिमात्रम्]