પોતાના ચિત્શક્તિમાત્ર ભાવનું [अवगाह्य] અવગાહન કરીને, [आत्मा] ભવ્ય આત્મા [विश्वस्य
उपरि] સમસ્ત પદાર્થસમૂહરૂપ લોકના ઉપર [चारु चरन्तं] સુંદર રીતે પ્રવર્તતા એવા [इमम्]
આ [परम्] એક કેવળ [अनन्तम्] અવિનાશી [आत्मानम्] આત્માનો [आत्मनि] આત્મામાં જ
[साक्षात् कलयतु] અભ્યાસ કરો, સાક્ષાત્ અનુભવ કરો.
ભાવાર્થઃ — આ આત્મા પરમાર્થે સમસ્ત અન્યભાવોથી રહિત ચૈતન્યશક્તિમાત્ર છે;
તેના અનુભવનો અભ્યાસ કરો એમ ઉપદેશ છે. ૩૫.
હવે ચિત્શક્તિથી અન્ય જે ભાવો છે તે બધા પુદ્ગલદ્રવ્યસંબંધી છે એવી આગળની
(છ) ગાથાની સૂચનિકારૂપે શ્લોક કહે છેઃ –
શ્લોકાર્થઃ — [चित्-शक्ति-व्याप्त-सर्वस्व-सारः] ચૈતન્યશક્તિથી વ્યાપ્ત જેનો સર્વસ્વ-સાર
છે એવો [अयम् जीवः] આ જીવ [इयान्] એટલો જ માત્ર છે; [अतः अतिरिक्ताः] આ
ચિત્શક્તિથી શૂન્ય [अमी भावाः] જે આ ભાવો છે [सर्वे अपि] તે બધાય [पौद्गलिकाः]
પુદ્ગલજન્ય છે — પુદ્ગલના જ છે. ૩૬.
એવા એ ભાવોનું વ્યાખ્યાન છ ગાથાઓમાં કરે છેઃ —
નથી વર્ણ જીવને, ગંધ નહિ, નહિ સ્પર્શ, રસ જીવને નહીં,
નહિ રૂપ કે ન શરીર, નહિ સંસ્થાન, સંહનને નહીં; ૫૦.
નથી રાગ જીવને, દ્વેષ નહિ, વળી મોહ જીવને છે નહીં,
નહિ પ્રત્યયો, નહિ કર્મ કે નોકર્મ પણ જીવને નહીં; ૫૧.
(अनुष्टुभ्)
चिच्छक्तिव्याप्तसर्वस्वसारो जीव इयानयम् ।
अतोऽतिरिक्ताः सर्वेऽपि भावाः पौद्गलिका अमी ।।३६।।
जीवस्स णत्थि वण्णो ण वि गंधो ण वि रसो ण वि य फासो ।
ण वि रूवं ण सरीरं ण वि संठाणं ण संहणणं ।।५०।।
जीवस्स णत्थि रागो ण वि दोसो णेव विज्जदे मोहो ।
णो पच्चया ण कम्मं णोकम्मं चावि से णत्थि ।।५१।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અજીવ અધિકાર
૧૦૩