કાળથી જેનો બંધપર્યાય પ્રસિદ્ધ છે એવા જીવના ઔપાધિક ભાવ(-વર્ણાદિક)ને અવલંબીને પ્રવર્તતો
થકો, (તે વ્યવહારનય) બીજાના ભાવને બીજાનો કહે છે; અને નિશ્ચયનય દ્રવ્યના આશ્રયે હોવાથી,
કેવળ એક જીવના સ્વાભાવિક ભાવને અવલંબીને પ્રવર્તતો થકો, બીજાના ભાવને જરા પણ બીજાનો
નથી કહેતો, નિષેધ કરે છે. માટે વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત જે ભાવો છે તે વ્યવહારથી જીવના
છે અને નિશ્ચયથી જીવના નથી એવું (ભગવાનનું સ્યાદ્વાદવાળું) કથન યોગ્ય છે.
હવે વળી પૂછે છે કે વર્ણાદિક નિશ્ચયથી જીવના કેમ નથી તેનું કારણ કહો. તે પ્રશ્નનો
ઉત્તર કહે છેઃ —
આ ભાવ સહ સંબંધ જીવનો ક્ષીરનીરવત્ જાણવો;
ઉપયોગગુણથી અધિક તેથી જીવના નહિ ભાવ કો. ૫૭.
ગાથાર્થઃ — [एतैः च सम्बन्धः] આ વર્ણાદિક ભાવો સાથે જીવનો સંબંધ [क्षीरोदकं यथा
एव] જળને અને દૂધને એકક્ષેત્રાવગાહરૂપ સંયોગસંબંધ છે તેવો [ज्ञातव्यः] જાણવો [च] અને
[तानि] તેઓ [तस्य तु न भवन्ति] તે જીવના નથી [यस्मात्] કારણ કે જીવ [उपयोगगुणाधिकः]
તેમનાથી ઉપયોગગુણે અધિક છે (-ઉપયોગગુણ વડે જુદો જણાય છે).
ટીકાઃ — જેમ — જળમિશ્રિત દૂધનો, જળ સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ હોવા
છતાં, સ્વલક્ષણભૂત જે દૂધપણું-ગુણ તે વડે વ્યાપ્ત હોવાને લીધે દૂધ જળથી અધિકપણે પ્રતીત
विदधाति; निश्चयनयस्तु द्रव्याश्रितत्वात्केवलस्य जीवस्य स्वाभाविकं भावमवलम्ब्योत्प्लवमानः
परभावं परस्य सर्वमेव प्रतिषेधयति । ततो व्यवहारेण वर्णादयो गुणस्थानान्ता भावा जीवस्य सन्ति,
निश्चयेन तु न सन्तीति युक्ता प्रज्ञप्तिः ।
कुतो जीवस्य वर्णादयो निश्चयेन न सन्तीति चेत् —
एदेहिं य संबंधो जहेव खीरोदयं मुणेदव्वो ।
ण य होंति तस्स ताणि दु उवओगगुणाधिगो जम्हा ।।५७।।
एतैश्च सम्बन्धो यथैव क्षीरोदकं ज्ञातव्यः ।
न च भवन्ति तस्य तानि तूपयोगगुणाधिको यस्मात् ।।५७।।
यथा खलु सलिलमिश्रितस्य क्षीरस्य सलिलेन सह परस्परावगाहलक्षणे सम्बन्धे
सत्यपि स्वलक्षणभूतक्षीरत्वगुणव्याप्यतया सलिलादधिकत्वेन प्रतीयमानत्वादग्नेरुष्णगुणेनेव सह
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અજીવ અધિકાર
૧૧૧