૧૧૨
तादात्म्यलक्षणसम्बन्धाभावात् न निश्चयेन सलिलमस्ति; तथा वर्णादिपुद्गलद्रव्यपरिणाममिश्रित- स्यास्यात्मनः पुद्गलद्रव्येण सह परस्परावगाहलक्षणे सम्बन्धे सत्यपि स्वलक्षणभूतोपयोग- गुणव्याप्यतया सर्वद्रव्येभ्योऽधिकत्वेन प्रतीयमानत्वादग्नेरुष्णगुणेनेव सह तादात्म्यलक्षणसम्बन्धा- भावात् न निश्चयेन वर्णादिपुद्गलपरिणामाः सन्ति ।
થાય છે; તેથી, જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મ્યસ્વરૂપ સંબંધ છે તેવો જળ સાથે દૂધનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી જળ દૂધનું નથી; તેવી રીતે — વર્ણાદિક પુદ્ગલદ્રવ્યના પરિણામો સાથે મિશ્રિત આ આત્માનો, પુદ્ગલદ્રવ્ય સાથે પરસ્પર અવગાહસ્વરૂપ સંબંધ હોવા છતાં, સ્વલક્ષણભૂત ઉપયોગગુણ વડે વ્યાપ્ત હોવાને લીધે આત્મા સર્વ દ્રવ્યોથી અધિકપણે પ્રતીત થાય છે; તેથી, જેવો અગ્નિનો ઉષ્ણતા સાથે તાદાત્મ્યસ્વરૂપ સંબંધ છે તેવો વર્ણાદિક સાથે આત્માનો સંબંધ નહિ હોવાથી, નિશ્ચયથી વર્ણાદિક પુદ્ગલપરિણામો આત્માના નથી.
હવે વળી પૂછે છે કે આ રીતે તો વ્યવહારનય અને નિશ્ચયનયને વિરોધ આવે છે; અવિરોધ કઈ રીતે કહેવામાં આવે છે? તેનો ઉત્તર દ્રષ્ટાંત દ્વારા ત્રણ ગાથાઓમાં કહે છેઃ —