ગાથાર્થઃ — [पथि मुष्यमाणं] જેમ માર્ગમાં ચાલનારને લૂંટાતો [दृष्टवा] દેખીને ‘[एषः
पन्था] આ માર્ગ [मुष्यते] લૂંટાય છે’ એમ [व्यवहारिणः] વ્યવહારી [लोकाः] લોકો [भणन्ति] કહે
છે; ત્યાં પરમાર્થથી વિચારવામાં આવે તો [कश्चित् पन्था] કોઈ માર્ગ તો [न च मुष्यते] નથી
લૂંટાતો, માર્ગમાં ચાલનાર માણસ જ લૂંટાય છે; [तथा] તેવી રીતે [जीवे] જીવમાં [कर्मणां
नोकर्मणां च] કર્મોનો અને નોકર્મોનો [वर्णम्] વર્ણ [दृष्टवा] દેખીને ‘[जीवस्य] જીવનો [एषः वर्णः]
આ વર્ણ છે’ એમ [जिनैः] જિનદેવોએ [व्यवहारतः] વ્યવહારથી [उक्तः] કહ્યું છે.
[गन्धरसस्पर्शरूपाणि] એ પ્રમાણે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, [देहः संस्थानादयः] દેહ, સંસ્થાન આદિ
[ये च सर्वे] જે સર્વ છે, [व्यवहारस्य] તે સર્વ વ્યવહારથી [निश्चयद्रष्टारः] નિશ્ચયના દેખનારા
[व्यपदिशन्ति] કહે છે.
ટીકાઃ — જેમ વ્યવહારી લોકો, માર્ગે નીકળેલા કોઈ સાર્થને (સંઘને) લૂંટાતો દેખીને,
સાર્થની માર્ગમાં સ્થિતિ હોવાથી તેનો ઉપચાર કરીને, ‘આ માર્ગ લૂંટાય છે’ એમ કહે છે,
તોપણ નિશ્ચયથી જોવામાં આવે તો, જે આકાશના અમુક ભાગસ્વરૂપ છે એવો માર્ગ તો કોઈ
લૂંટાતો નથી; તેવી રીતે ભગવાન અર્હંતદેવો, જીવમાં બંધપર્યાયથી સ્થિતિ પામેલાં (રહેલાં)
કર્મનો અને નોકર્મનો વર્ણ દેખીને, કર્મ-નોકર્મની (બંધપર્યાયથી) જીવમાં સ્થિતિ હોવાથી
તેનો ઉપચાર કરીને, ‘જીવનો આ વર્ણ છે’ એમ વ્યવહારથી જણાવે છે, તોપણ નિશ્ચયથી,
સદાય જેનો અમૂર્ત સ્વભાવ છે અને જે ઉપયોગગુણ વડે અન્યદ્રવ્યોથી અધિક છે એવા
पथि मुष्यमाणं दृष्टवा लोका भणन्ति व्यवहारिणः ।
मुष्यते एष पन्था न च पन्था मुष्यते कश्चित् ।।५८।।
तथा जीवे कर्मणां नोकर्मणां च दृष्टवा वर्णम् ।
जीवस्यैष वर्णो जिनैर्व्यवहारत उक्तः ।।५९।।
गन्धरसस्पर्शरूपाणि देहः संस्थानादयो ये च ।
सर्वे व्यवहारस्य च निश्चयद्रष्टारो व्यपदिशन्ति ।।६०।।
यथा पथि प्रस्थितं कञ्चित्सार्थं मुष्यमाणमवलोक्य तात्स्थ्यात्तदुपचारेण मुष्यत एष
पन्था इति व्यवहारिणां व्यपदेशेऽपि न निश्चयतो विशिष्टाकाशदेशलक्षणः कश्चिदपि पन्था मुष्यते,
तथा जीवे बन्धपर्यायेणावस्थितकर्मणो नोकर्मणो वा वर्णमुत्प्रेक्ष्य तात्स्थ्यात्तदुपचारेण जीवस्यैष वर्ण
इति व्यवहारतोऽर्हद्देवानां प्रज्ञापनेऽपि न निश्चयतो नित्यमेवामूर्तस्वभावस्योपयोगगुणाधिकस्य
जीवस्य कश्चिदपि वर्णोऽस्ति । एवं गन्धरसस्पर्शरूपशरीरसंस्थानसंहननरागद्वेषमोहप्रत्ययकर्मनोकर्म-
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અજીવ અધિકાર
૧૧૩
15