અજીવ દ્રવ્યોમાં પણ વ્યાપે છે; એ રીતે અતિવ્યાપ્તિ દોષ આવે છે. માટે અમૂર્તપણાનો આશ્રય
કરવાથી પણ જીવનું યથાર્થ સ્વરૂપ ગ્રહણ થતું નથી.
ચૈતન્યલક્ષણ સર્વ જીવોમાં વ્યાપતું હોવાથી અવ્યાપ્તિદોષથી રહિત છે, અને જીવ સિવાય
કોઈ દ્રવ્યમાં નહિ વ્યાપતું હોવાથી અતિવ્યાપ્તિદોષથી રહિત છે; વળી તે પ્રગટ છે; તેથી તેનો
જ આશ્રય કરવાથી જીવના યથાર્થ સ્વરૂપનું ગ્રહણ થઈ શકે છે. ૪૨.
હવે, ‘જો આવા લક્ષણ વડે જીવ પ્રગટ છે તોપણ અજ્ઞાની લોકોને તેનું અજ્ઞાન કેમ
રહે છે?’ — એમ આચાર્ય આશ્ચર્ય તથા ખેદ બતાવે છેઃ —
શ્લોકાર્થઃ — [इति लक्षणतः] આમ પૂર્વોક્ત જુદાં લક્ષણને લીધે [जीवात् अजीवम्
विभिन्नं] જીવથી અજીવ ભિન્ન છે [स्वयम् उल्लसन्तम्] તેને (અજીવને) તેની મેળે જ
( – સ્વતંત્રપણે, જીવથી ભિન્નપણે) વિલસતું — પરિણમતું [ज्ञानी जनः] જ્ઞાની પુરુષ [अनुभवति]
અનુભવે છે, [तत्] તોપણ [अज्ञानिनः] અજ્ઞાનીને [निरवधि-प्रविजृम्भितः अयं मोहः तु]
અમર્યાદપણે ફેલાયેલો આ મોહ (અર્થાત્ સ્વપરના એકપણાની ભ્રાન્તિ) [कथम् नानटीति] કેમ
નાચે છે — [अहो बत] એ અમને મહા આશ્ચર્ય અને ખેદ છે! ૪૩.
વળી ફરી મોહનો પ્રતિષેધ કરે છે અને કહે છે કે ‘જો મોહ નાચે છે તો નાચો!
તોપણ આમ જ છે’ઃ —
શ્લોકાર્થઃ — [अस्मिन् अनादिनि महति अविवेक-नाटये] આ અનાદિ કાળના મોટા
(वसंततिलका)
जीवादजीवमिति लक्षणतो विभिन्नं
ज्ञानी जनोऽनुभवति स्वयमुल्लसन्तम् ।
अज्ञानिनो निरवधिप्रविजृम्भितोऽयं
मोहस्तु तत्कथमहो बत नानटीति ।।४३।।
नानटयतां तथापि —
(वसन्ततिलका)
अस्मिन्ननादिनि महत्यविवेकनाटये
वर्णादिमान्नटति पुद्गल एव नान्यः ।
रागादिपुद्गलविकारविरुद्धशुद्ध-
चैतन्यधातुमयमूर्तिरयं च जीवः ।।४४।।
૧૨૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-