Samaysar (Gujarati). Kalash: 42.

< Previous Page   Next Page >


Page 125 of 642
PDF/HTML Page 156 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

જીવ-અજીવ અધિકાર
૧૨૫
(शार्दूलविक्रीडित)
वर्णाद्यैः सहितस्तथा विरहितो द्वेधास्त्यजीवो यतो
नामूर्तत्वमुपास्य पश्यति जगज्जीवस्य तत्त्वं ततः
इत्यालोच्य विवेचकैः समुचितं नाव्याप्यतिव्यापि वा
व्यक्तं व्यञ्जितजीवतत्त्वमचलं चैतन्यमालम्ब्यताम्
।।४२।।

અનંત છે અર્થાત્ કોઈ કાળે જેનો વિનાશ નથી, [अचलं] જે અચળ છે અર્થાત્ જે કદી ચૈતન્યપણાથી અન્યરૂપચળાચળથતું નથી, [स्वसंवेद्यम्] જે સ્વસંવેદ્ય છે અર્થાત્ જે પોતે પોતાથી જ જણાય છે [तु] અને [स्फु टम्] જે પ્રગટ છે અર્થાત્ છૂપું નથીએવું જે [इदं चैतन्यम्] આ ચૈતન્ય [उच्चैः] અત્યંતપણે [चकचकायते] ચકચકાટ પ્રકાશી રહ્યું છે, [स्वयं जीवः] તે પોતે જ જીવ છે.

ભાવાર્થવર્ણાદિ અને રાગાદિ ભાવો જીવ નથી પણ ઉપર કહ્યો તેવો ચૈતન્યભાવ તે જ જીવ છે. ૪૧.

હવે, ચેતનપણું જ જીવનું યોગ્ય લક્ષણ છે એમ કાવ્ય દ્વારા સમજાવે છે

શ્લોકાર્થ[यतः अजीवः अस्ति द्वेधा] અજીવ બે પ્રકારે છે[वर्णाद्यैः सहितः] વર્ણાદિસહિત [तथा विरहितः] અને વર્ણાદિરહિત; [ततः] માટે [अमूर्तत्वम् उपास्य] અમૂર્તપણાનો આશ્રય કરીને પણ (અર્થાત્ અમૂર્તપણાને જીવનું લક્ષણ માનીને પણ) [जीवस्य तत्त्वं] જીવના યથાર્થ સ્વરૂપને [जगत् न पश्यति] જગત દેખી શકતું નથી;[इति आलोच्य] આમ પરીક્ષા કરીને [विवेचकैः] ભેદજ્ઞાની પુરુષોએ [न अव्यापि अतिव्यापि वा] અવ્યાપ્તિ અને અતિવ્યાપ્તિ દૂષણોથી રહિત [चैतन्यम्] ચેતનપણાને જીવનું લક્ષણ કહ્યું છે [समुचितं] તે યોગ્ય છે. [व्यक्तं] તે ચૈતન્યલક્ષણ પ્રગટ છે, [व्यञ्जित-जीव-तत्त्वम्] તેણે જીવના યથાર્થ સ્વરૂપને પ્રગટ કર્યું છે અને [अचलं] તે અચળ છેચળાચળતા રહિત, સદા મોજૂદ છે. [आलम्ब्यताम्] જગત તેનું જ અવલંબન કરો! (તેનાથી યથાર્થ જીવનું ગ્રહણ થાય છે.)

ભાવાર્થનિશ્ચયથી વર્ણાદિભાવોવર્ણાદિભાવોમાં રાગાદિભાવો આવી ગયાજીવમાં કદી વ્યાપતા નથી તેથી તેઓ નિશ્ચયથી જીવનાં લક્ષણ છે જ નહિ; વ્યવહારથી તેમને જીવનાં લક્ષણ માનતાં પણ અવ્યાપ્તિ નામનો દોષ આવે છે કારણ કે સિદ્ધ જીવોમાં તે ભાવો વ્યવહારથી પણ વ્યાપતા નથી. માટે વર્ણાદિભાવોનો આશ્રય કરવાથી જીવનું યથાર્થ સ્વરૂપ ઓળખાતું જ નથી.

અમૂર્તપણું જોકે સર્વ જીવોમાં વ્યાપે છે તોપણ તેને જીવનું લક્ષણ માનતાં અતિવ્યાપ્તિ નામનો દોષ આવે છે, કારણ કે પાંચ અજીવ દ્રવ્યોમાંના એક પુદ્ગલદ્રવ્ય સિવાય ધર્મ, અધર્મ, આકાશ અને કાળએ ચાર દ્રવ્યો અમૂર્ત હોવાથી, અમૂર્તપણું જીવમાં વ્યાપે છે તેમ જ ચાર