ઉપલભ્યમાન હોવાથી પણ તેમનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે.
એવી રીતે રાગ, દ્વેષ, મોહ, પ્રત્યય, કર્મ, નોકર્મ, વર્ગ, વર્ગણા, સ્પર્ધક, અધ્યાત્મસ્થાન,
અનુભાગસ્થાન, યોગસ્થાન, બંધસ્થાન, ઉદયસ્થાન, માર્ગણાસ્થાન, સ્થિતિબંધસ્થાન, સંક્લેશ-
સ્થાન, વિશુદ્ધિસ્થાન, સંયમલબ્ધિસ્થાન — તેઓ પણ પુદ્ગલકર્મપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન
હોવાથી, પુદ્ગલ જ છે — જીવ નથી એમ આપોઆપ આવ્યું ( – ફલિત થયું, સિદ્ધ થયું).
માટે રાગાદિ ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું.
ભાવાર્થઃ — શુદ્ધદ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ
સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન-દર્શન છે. પરનિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, જોકે ચૈતન્ય જેવા દેખાય
છે તોપણ, ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહિ હોવાથી ચૈતન્યશૂન્ય છે — જડ છે. વળી
આગમમાં પણ તેમને અચેતન કહ્યા છે. ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે
છે તેથી પણ તેઓ અચેતન છે, ચેતન નથી.
પ્રશ્નઃ — જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે? પુદ્ગલ છે? કે અન્ય કાંઈ છે?
ઉત્તરઃ — પુદ્ગલકર્મપૂર્વક થતાં હોવાથી તેઓ નિશ્ચયથી પુદ્ગલ જ છે કેમ કે કારણ જેવું જ
કાર્ય થાય છે.
આ રીતે એમ સિદ્ધ કર્યું કે પુદ્ગલકર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો પણ
જીવ નથી, પુદ્ગલ છે.
હવે પૂછે છે કે વર્ણાદિક અને રાગાદિક જીવ નથી તો જીવ કોણ છે? તેના ઉત્તરરૂપ
શ્લોક કહે છેઃ —
શ્લોકાર્થઃ — [अनादि] જે અનાદિ છે અર્થાત્ કોઈ કાળે ઉત્પન્ન થયું નથી, [अनन्तम्] જે
ऽतिरिक्तत्वेन विवेचकैः स्वयमुपलभ्यमानत्वाच्च प्रसाध्यम् ।
एवं रागद्वेषमोहप्रत्ययकर्मनोकर्मवर्गवर्गणास्पर्धकाध्यात्मस्थानानुभागस्थानयोगस्थानबन्ध-
स्थानोदयस्थानमार्गणास्थानस्थितिबन्धस्थानसंक्लेशस्थानविशुद्धिस्थानसंयमलब्धिस्थानान्यपि पुद्गल-
कर्मपूर्वकत्वे सति, नित्यमचेतनत्वात्, पुद्गल एव, न तु जीव इति स्वयमायातम् । ततो रागादयो
भावा न जीव इति सिद्धम् ।
तर्हि को जीव इति चेत् —
(अनुष्टुभ्)
अनाद्यनन्तमचलं स्वसंवेद्यमिदं स्फु टम् ।
जीवः स्वयं तु चैतन्यमुच्चैश्चकचकायते ।।४१।।
૧૨૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-