કહાનજૈનશાસ્ત્રમાળા ]
मिथ्यादृष्टयादीनि गुणस्थानानि हि पौद्गलिकमोहकर्मप्रकृतिविपाकपूर्वकत्वे सति, नित्यमचेतनत्वात्, कारणानुविधायीनि कार्याणीति कृत्वा, यवपूर्वका यवा यवा एवेति न्यायेन, पुद्गल एव, न तु जीवः । गुणस्थानानां नित्यमचेतनत्वं चागमाच्चैतन्यस्वभावव्याप्तस्यात्मनो-
ભાવાર્થઃ — ઘીથી ભરેલા ઘડાને વ્યવહારથી ‘ઘીનો ઘડો’ કહેવામાં આવે છે છતાં નિશ્ચયથી ઘડો ઘી-સ્વરૂપ નથી; ઘી ઘી-સ્વરૂપ છે, ઘડો માટી-સ્વરૂપ છે; તેવી રીતે વર્ણ, પર્યાપ્તિ, ઇન્દ્રિયો ઇત્યાદિ સાથે એકક્ષેત્રાવગાહરૂપ સંબંધવાળા જીવને સૂત્રમાં વ્યવહારથી ‘પંચેન્દ્રિય જીવ, પર્યાપ્ત જીવ, બાદર જીવ, દેવ જીવ, મનુષ્ય જીવ’ ઇત્યાદિ કહેવામાં આવ્યો છે છતાં નિશ્ચયથી જીવ તે-સ્વરૂપ નથી; વર્ણ, પર્યાપ્તિ, ઇન્દ્રિયો ઇત્યાદિ પુદ્ગલસ્વરૂપ છે, જીવ જ્ઞાનસ્વરૂપ છે. ૪૦.
હવે કહે છે કે (જેમ વર્ણાદિ ભાવો જીવ નથી એ સિદ્ધ થયું તેમ) એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથીઃ —
ગાથાર્થઃ — [यानि इमानि] જે આ [गुणस्थानानि] ગુણસ્થાનો છે તે [मोहनकर्मणः उदयात् तु] મોહકર્મના ઉદયથી થાય છે [वर्णितानि] એમ (સર્વજ્ઞનાં આગમમાં) વર્ણવવામાં આવ્યું છે; [तानि] તેઓ [जीवाः] જીવ [कथं] કેમ [भवन्ति] હોઈ શકે [यानि] કે જેઓ [नित्यं] સદા [अचेतनानि] અચેતન [उक्तानि] કહેવામાં આવ્યાં છે?
ટીકાઃ — આ મિથ્યાદ્રષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતાં હોઈને, સદાય અચેતન હોવાથી, કારણના જેવાં જ કાર્યો હોય છે એમ કરીને (સમજીને, નિશ્ચય કરીને), જવપૂર્વક જે જવ થાય છે તે જવ જ હોય છે એ ન્યાયે, પુદ્ગલ જ છે — જીવ નથી. અને ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે તેમ જ ચૈતન્યસ્વભાવથી વ્યાપ્ત જે આત્મા તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદજ્ઞાનીઓ વડે સ્વયં