બાદર આદિ [ये च एव] જેટલી [देहस्य] દેહને [जीवसंज्ञाः] જીવસંજ્ઞા કહી છે તે બધી [सूत्रे]
સૂત્રમાં [व्यवहारतः] વ્યવહારથી [उक्ताः] કહી છે.
ટીકાઃ — બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત,
અપર્યાપ્ત — એ દેહની સંજ્ઞાઓને (નામોને) સૂત્રમાં જીવસંજ્ઞાપણે કહી છે, તે, પરની પ્રસિદ્ધિને
લીધે, ‘ઘીના ઘડા’ની જેમ વ્યવહાર છે — કે જે વ્યવહાર અપ્રયોજનાર્થ છે (અર્થાત્ તેમાં
પ્રયોજનભૂત વસ્તુ નથી). તે વાતને સ્પષ્ટ કહે છેઃ —
જેમ કોઈ પુરુષને જન્મથી માંડીને માત્ર ‘ઘીનો ઘડો’ જ પ્રસિદ્ધ (જાણીતો) હોય, તે
સિવાયના બીજા ઘડાને તે જાણતો ન હોય, તેને સમજાવવા ‘‘જે આ ‘ઘીનો ઘડો’ છે તે માટીમય
છે, ઘીમય નથી’’ એમ (સમજાવનાર વડે) ઘડામાં ‘ઘીના ઘડા’નો વ્યવહાર કરવામાં આવે છે,
કારણ કે પેલા પુરુષને ‘ઘીનો ઘડો’ જ પ્રસિદ્ધ (જાણીતો) છે; તેવી રીતે આ અજ્ઞાની લોકને
અનાદિ સંસારથી માંડીને ‘અશુદ્ધ જીવ’ જ પ્રસિદ્ધ છે, શુદ્ધ જીવને તે જાણતો નથી, તેને
સમજાવવા ( – શુદ્ધ જીવનું જ્ઞાન કરાવવા) ‘‘જે આ ‘વર્ણાદિમાન (વર્ણાદિવાળો) જીવ’ છે તે
જ્ઞાનમય છે, વર્ણાદિમય નથી’’ એમ (સૂત્ર વિષે) જીવમાં વર્ણાદિમાનપણાનો વ્યવહાર કરવામાં
આવ્યો છે, કારણ કે તે અજ્ઞાની લોકને ‘વર્ણાદિમાન જીવ’ જ પ્રસિદ્ધ છે.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [चेत्] જો [घृतकुम्भाभिधाने अपि] ‘ઘીનો ઘડો’ એમ કહેતાં પણ [कुम्भः
घृतमयः न] ઘડો છે તે ઘીમય નથી ( – માટીમય જ છે), [वर्णादिमत्-जीव-जल्पने अपि] તો તેવી
રીતે ‘વર્ણાદિવાળો જીવ’ એમ કહેતાં પણ [जीवः न तन्मयः] જીવ છે તે વર્ણાદિમય નથી
( – જ્ઞાનઘન જ છે).
यत्किल बादरसूक्ष्मैकेन्द्रियद्वित्रिचतुःपञ्चेन्द्रियपर्याप्तापर्याप्ता इति शरीरस्य संज्ञाः सूत्रे
जीवसंज्ञात्वेनोक्ताः अप्रयोजनार्थः परप्रसिद्धया घृतघटवद्वयवहारः । यथा हि कस्यचिदाजन्म-
प्रसिद्धैकघृतकुम्भस्य तदितरकुम्भानभिज्ञस्य प्रबोधनाय योऽयं घृतकुम्भः स मृण्मयो, न घृतमय
इति तत्प्रसिद्धया कुम्भे घृतकुम्भव्यवहारः, तथास्याज्ञानिनो लोकस्यासंसारप्रसिद्धाशुद्धजीवस्य
शुद्धजीवानभिज्ञस्य प्रबोधनाय योऽयं वर्णादिमान् जीवः स ज्ञानमयो, न वर्णादिमय इति
तत्प्रसिद्धया जीवे वर्णादिमद्वयवहारः ।
(अनुष्टुभ्)
घृतकुम्भाभिधानेऽपि कुम्भो घृतमयो न चेत् ।
जीवो वर्णादिमज्जीवजल्पनेऽपि न तन्मयः ।।४०।।
૧૨૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-