[इह] જેમ જગતમાં [रुक्मेण निर्वृत्तम् असिकोशं] સોનાથી બનેલા મ્યાનને [रुक्मं पश्यन्ति] લોકો
સોનું જ દેખે છે, [कथञ्चन] કોઈ રીતે [न असिम्] (તેને) તરવાર દેખતા નથી.
ભાવાર્થઃ — વર્ણાદિક પુદ્ગલથી બને છે તેથી પુદ્ગલ જ છે, જીવ નથી. ૩૮.
વળી બીજો કળશ કહે છેઃ —
શ્લોકાર્થઃ — અહો જ્ઞાની જનો! [इदं वर्णादिसामग्रयम्] આ વર્ણાદિક ગુણસ્થાનપર્યંત
ભાવો છે તે બધાય [एकस्य पुद्गलस्य हि निर्माणम्] એક પુદ્ગલની રચના [विदन्तु] જાણો; [ततः]
માટે [इदं] આ ભાવો [पुद्गलः एव अस्तु] પુદ્ગલ જ હો, [न आत्मा] આત્મા ન હો; [यतः]
કારણ કે [सः विज्ञानघनः] આત્મા તો વિજ્ઞાનઘન છે, જ્ઞાનનો પુંજ છે, [ततः] તેથી [अन्यः]
આ વર્ણાદિક ભાવોથી અન્ય જ છે. ૩૯.
હવે, આ જ્ઞાનઘન આત્મા સિવાય જે કાંઈ છે તેને જીવ કહેવું તે સર્વ વ્યવહારમાત્ર
છે એમ કહે છેઃ —
પર્યાપ્ત, અણપર્યાપ્ત, જે સૂક્ષમ અને બાદર બધી
કહી જીવસંજ્ઞા દેહને તે સૂત્રમાં વ્યવહારથી. ૬૭.
ગાથાર્થઃ — [ये] જે [पर्याप्तापर्याप्ताः] પર્યાપ્ત, અપર્યાપ્ત, [सूक्ष्माः बादराः च] સૂક્ષ્મ અને
रुक्मेण निर्वृत्तमिहासिकोशं
पश्यन्ति रुक्मं न कथञ्चनासिम् ।।३८।।
(उपजाति)
वर्णादिसामग्रयमिदं विदन्तु
निर्माणमेकस्य हि पुद्गलस्य ।
ततोऽस्त्विदं पुद्गल एव नात्मा
यतः स विज्ञानघनस्ततोऽन्यः ।।३९।।
शेषमन्यद्वयवहारमात्रम् —
पज्जत्तापज्जत्ता जे सुहुमा बादरा य जे चेव ।
देहस्स जीवसण्णा सुत्ते ववहारदो उत्ता ।।६७।।
पर्याप्तापर्याप्ता ये सूक्ष्मा बादराश्च ये चैव ।
देहस्य जीवसंज्ञाः सूत्रे व्यवहारतः उक्ताः ।।६७।।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
જીવ-અજીવ અધિકાર
૧૨૧
16