Samaysar (Gujarati). Kalash: 38.

< Previous Page   Next Page >


Page 120 of 642
PDF/HTML Page 151 of 673

 

background image
ચતુરિંદ્રિય, [पञ्चेन्द्रियाणि] પંચેંદ્રિય, [बादरपर्याप्तेतराः] બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત અને અપર્યાપ્ત
[जीवाः] જીવ[नामकर्मणः] નામકર્મની [प्रकृतयः] પ્રકૃતિઓ છે; [एताभिः च]
[प्रकृतिभिः] પ્રકૃતિઓ [पुद्गलमयीभिः ताभिः] કે જેઓ પુદ્ગલમય તરીકે પ્રસિદ્ધ છે તેમના
વડે [करणभूताभिः] કરણસ્વરૂપ થઈને [निर्वृत्तानि] રચાયેલાં [जीवस्थानानि] જે જીવસ્થાનો
(જીવસમાસ) છે તેઓ [जीवः] જીવ [कथं] કેમ [भण्यते] કહેવાય?
ટીકાનિશ્ચયનયે કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી, જે જેના વડે કરાય છે
(-થાય છે) તે તે જ છેએમ સમજીને (નિશ્ચય કરીને), જેમ સુવર્ણનું પાનું સુવર્ણ વડે
કરાતું (થતું) હોવાથી સુવર્ણ જ છે, બીજું કાંઈ નથી, તેમ જીવસ્થાનો બાદર, સૂક્ષ્મ,
એકેંદ્રિય, દ્વીંદ્રિય, ત્રીંદ્રિય, ચતુરિંદ્રિય, પંચેંદ્રિય, પર્યાપ્ત અને અપર્યાપ્ત નામની પુદ્ગલમયી
નામકર્મની પ્રકૃતિઓ વડે કરાતાં (
થતાં) હોવાથી પુદ્ગલ જ છે, જીવ નથી. અને નામકર્મની
પ્રકૃતિઓનું પુદ્ગલમયપણું તો આગમથી પ્રસિદ્ધ છે તથા અનુમાનથી પણ જાણી શકાય છે
કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીર આદિ જે મૂર્તિક ભાવો છે તે કર્મપ્રકૃતિઓનાં કાર્ય
હોવાથી કર્મપ્રકૃતિઓ પુદ્ગલમય છે એમ અનુમાન થઈ શકે છે.
એવી રીતે ગંધ, રસ, સ્પર્શ, રૂપ, શરીર, સંસ્થાન અને સંહનનતેઓ પણ
પુદ્ગલમય નામકર્મની પ્રકૃતિઓ વડે રચાયાં (-બન્યાં) હોવાથી પુદ્ગલથી અભિન્ન છે; તેથી,
માત્ર જીવસ્થાનોને પુદ્ગલમય કહેતાં, આ બધાં પણ પુદ્ગલમય કહ્યાં સમજવાં.
માટે વર્ણાદિક જીવ નથી એમ નિશ્ચયનયનો સિદ્ધાંત છે.
અહીં આ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થ[येन] જે વસ્તુથી [अत्र यद् किञ्चित् निर्वर्त्यते] જે ભાવ બને, [ तत् ] તે
ભાવ [तद् एव स्यात्] તે વસ્તુ જ છે [कथञ्चन] કોઈ રીતે [अन्यत् न] અન્ય વસ્તુ નથી;
निश्चयतः कर्मकरणयोरभिन्नत्वात् यद्येन क्रियते तत्तदेवेति कृत्वा, यथा कनकपत्रं कनकेन
क्रियमाणं कनकमेव, न त्वन्यत्, तथा जीवस्थानानि बादरसूक्ष्मैकेन्द्रियद्वित्रिचतुःपञ्चेन्द्रिय-
पर्याप्तापर्याप्ताभिधानाभिः पुद्गलमयीभिः नामकर्मप्रकृतिभिः क्रियमाणानि पुद्गल एव, न तु जीवः
नामकर्मप्रकृतीनां पुद्गलमयत्वं चागमप्रसिद्धं दृश्यमानशरीरादिमूर्तकार्यानुमेयं च एवं
गन्धरसस्पर्शरूपशरीरसंस्थानसंहननान्यपि पुद्गलमयनामकर्मप्रकृतिनिर्वृत्तत्वे सति तदव्यतिरेका-
ज्जीवस्थानैरेवोक्तानि
ततो न वर्णादयो जीव इति निश्चयसिद्धान्तः
(उपजाति)
निर्वर्त्यते येन यदत्र किञ्चित्
तदेव तत्स्यान्न कथञ्चनान्यत्
૧૨૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-