કહાનજૈનશાસ્ત્રમાળા ]
जीवद्रव्यस्याभावाद्भवत्येव जीवाभावः ।
રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે.
ભાવાર્થઃ — જો એમ માનવામાં આવે કે સંસાર-અવસ્થામાં જીવનો વર્ણાદિક સાથે તાદાત્મ્યસંબંધ છે તો જીવ મૂર્તિક થયો; અને મૂર્તિકપણું તો પુદ્ગલદ્રવ્યનું લક્ષણ છે; માટે પુદ્ગલદ્રવ્ય તે જ જીવદ્રવ્ય ઠર્યું, તે સિવાય કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય ન રહ્યું. વળી મોક્ષ થતાં પણ તે પુદ્ગલોનો જ મોક્ષ થયો; તેથી મોક્ષમાં પણ પુદ્ગલો જ જીવ ઠર્યાં, અન્ય કોઈ ચૈતન્યરૂપ જીવ ન રહ્યો. આ રીતે સંસાર તેમ જ મોક્ષમાં પુદ્ગલથી ભિન્ન એવું કોઈ ચૈતન્યરૂપ જીવદ્રવ્ય નહિ રહેવાથી જીવનો જ અભાવ થયો. માટે માત્ર સંસાર-અવસ્થામાં જ વર્ણાદિભાવો જીવના છે એમ માનવાથી પણ જીવનો અભાવ જ થાય છે.
આ રીતે એ સિદ્ધ થયું કે વર્ણાદિક ભાવો જીવ નથી, એમ હવે કહે છેઃ —
ગાથાર્થઃ — [एकं वा] એકેંદ્રિય, [द्वे] દ્વીંદ્રિય, [त्रीणि च] ત્રીંદ્રિય, [चत्वारि च]