Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 118 of 642
PDF/HTML Page 149 of 673

 

background image
ગાથાર્થ[अथ] અથવા જો [तव] તારો મત એમ હોય કે [ संसारस्थानां जीवानां ]
સંસારમાં સ્થિત જીવોને જ [वर्णादयः] વર્ણાદિક (તાદાત્મ્યસ્વરૂપે) [भवन्ति] છે, [ तस्मात् ] તો
તે કારણે [संसारस्थाः जीवाः] સંસારમાં સ્થિત જીવો [रूपित्वम् आपन्नाः] રૂપીપણાને પામ્યા; [एवं]
એમ થતાં, [तथालक्षणेन] તેવું લક્ષણ તો (અર્થાત્ રૂપીપણું લક્ષણ તો) પુદ્ગલદ્રવ્યનું હોવાથી,
[मूढमते] હે મૂઢબુદ્ધિ! [पुद्गलद्रव्यं] પુદ્ગલદ્રવ્ય તે જ [जीवः] જીવ ઠર્યું [च] અને (માત્ર સંસાર-
અવસ્થામાં જ નહિ પણ) [निर्वाणम् उपगतः अपि] નિર્વાણ પામ્યે પણ [पुद्गलः] પુદ્ગલ જ
[जीवत्वं] જીવપણાને [प्राप्तः] પામ્યું!
ટીકાવળી, સંસાર-અવસ્થામાં જીવને વર્ણાદિભાવો સાથે તાદાત્મ્યસંબંધ છે એવો
જેનો અભિપ્રાય છે, તેના મતમાં સંસાર-અવસ્થા વખતે તે જીવ અવશ્ય રૂપીપણાને પામે છે;
અને રૂપીપણું તો કોઈ દ્રવ્યનું, બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું લક્ષણ છે. માટે
રૂપીપણા(લક્ષણ)થી લક્ષિત (
લક્ષ્યરૂપ થતું, ઓળખાતું) જે કાંઈ હોય તે જીવ છે. રૂપીપણાથી
લક્ષિત તો પુદ્ગલદ્રવ્ય જ છે. એ રીતે પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ છે, પણ તે સિવાય
બીજો કોઈ જીવ નથી. આમ થતાં, મોક્ષ-અવસ્થામાં પણ પુદ્ગલદ્રવ્ય જ પોતે જીવ (
ઠરે)
છે, પણ તે સિવાય બીજો કોઈ જીવ (ઠરતો) નથી; કારણ કે સદાય પોતાના સ્વલક્ષણથી
લક્ષિત એવું દ્રવ્ય બધીયે અવસ્થાઓમાં હાનિ અથવા ઘસારો નહિ પામતું હોવાથી અનાદિ-
અનંત હોય છે. આમ થવાથી, તેના મતમાં પણ (
અર્થાત્ સંસાર-અવસ્થામાં જ જીવનું
વર્ણાદિ સાથે તાદાત્મ્ય માનનારના મતમાં પણ); પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ
अथ संसारस्थानां जीवानां तव भवन्ति वर्णादयः
तस्मात्संसारत्था जीवा रूपित्वमापन्नाः ।।६३।।
एवं पुद्गलद्रव्यं जीवस्तथालक्षणेन मूढमते
निर्वाणमुपगतोऽपि च जीवत्वं पुद्गलः प्राप्तः ।।६४।।
यस्य तु संसारावस्थायां जीवस्य वर्णादितादात्म्यमस्तीत्यभिनिवेशस्तस्य तदानीं स जीवो
रूपित्वमवश्यमवाप्नोति रूपित्वं च शेषद्रव्यासाधारणं कस्यचिद्द्रव्यस्य लक्षणमस्ति ततो रूपित्वेन
लक्ष्यमाणं यत्किञ्चिद्भवति स जीवो भवति रूपित्वेन लक्ष्यमाणं पुद्गलद्रव्यमेव भवति एवं
पुद्गलद्रव्यमेव स्वयं जीवो भवति, न पुनरितरः कतरोऽपि तथा च सति, मोक्षावस्थायामपि
नित्यस्वलक्षणलक्षितस्य द्रव्यस्य सर्वास्वप्यवस्थास्वनपायित्वादनादिनिधनत्वेन पुद्गलद्रव्यमेव स्वयं
जीवो भवति, न पुनरितरः कतरोऽपि
तथा च सति, तस्यापि पुद्गलेभ्यो भिन्नस्य
૧૧૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-