કહાનજૈનશાસ્ત્રમાળા ]
पुद्गलद्रव्यमनुगच्छन्तः पुद्गलस्य वर्णादितादात्म्यं प्रथयन्ति, तथा वर्णादयो भावाः क्रमेण भाविताविर्भावतिरोभावाभिस्ताभिस्ताभिर्व्यक्तिभिर्जीवमनुगच्छन्तो जीवस्य वर्णादितादात्म्यं प्रथयन्तीति यस्याभिनिवेशः तस्य शेषद्रव्यासाधारणस्य वर्णाद्यात्मकत्वस्य पुद्गललक्षणस्य जीवेन स्वीकरणा- ज्जीवपुद्गलयोरविशेषप्रसक्तौ सत्यां पुद्गलेभ्यो भिन्नस्य जीवद्रव्यस्याभावाद्भवत्येव जीवाभावः ।
સાથે સાથે રહેતા થકા, પુદ્ગલનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર કરે છે — વિસ્તારે છે, તેવી રીતે વર્ણાદિક ભાવો, ક્રમે આવિર્ભાવ અને તિરોભાવ પામતી એવી તે તે વ્યક્તિઓ વડે જીવની સાથે સાથે રહેતા થકા, જીવનું વર્ણાદિ સાથે તાદાત્મ્ય જાહેર કરે છે, વિસ્તારે છે — એમ જેનો અભિપ્રાય છે તેના મતમાં, અન્ય બાકીનાં દ્રવ્યોથી અસાધારણ એવું વર્ણાદિસ્વરૂપપણું — કે જે પુદ્ગલદ્રવ્યનું લક્ષણ છે — તેનો જીવ વડે અંગીકાર કરવામાં આવતો હોવાથી, જીવ-પુદ્ગલના અવિશેષનો પ્રસંગ આવે છે, અને એમ થતાં, પુદ્ગલોથી ભિન્ન એવું કોઈ જીવદ્રવ્ય નહિ રહેવાથી, જીવનો જરૂર અભાવ થાય છે.
ભાવાર્થઃ — જેમ વર્ણાદિક ભાવો પુદ્ગલદ્રવ્ય સાથે તાદાત્મ્યસ્વરૂપે છે તેમ જીવ સાથે પણ તાદાત્મ્યસ્વરૂપે હોય તો જીવ-પુદ્ગલમાં કાંઈ પણ ભેદ ન રહે અને તેથી જીવનો જ અભાવ થાય એ મોટો દોષ આવે.
હવે, ‘માત્ર સંસાર-અવસ્થામાં જ જીવને વર્ણાદિક સાથે તાદાત્મ્ય છે’ એવા અભિપ્રાયમાં પણ આ જ દોષ આવે છે એમ કહે છેઃ —