બીજો આશય આ પ્રમાણે છેઃ જીવ-અજીવનો અનાદિ જે સંયોગ તે કેવળ જુદો પડ્યા
પહેલાં અર્થાત્ જીવનો મોક્ષ થયા પહેલાં, ભેદજ્ઞાન ભાવતાં ભાવતાં અમુક દશા થતાં નિર્વિકલ્પ
ધારા જામી — જેમાં કેવળ આત્માનો અનુભવ રહ્યો; અને તે શ્રેણિ અત્યંત વેગથી આગળ વધતાં
વધતાં કેવળજ્ઞાન પ્રગટ થયું. પછી અઘાતીકર્મનો નાશ થતાં જીવદ્રવ્ય અજીવથી કેવળ ભિન્ન
થયું. જીવ-અજીવના ભિન્ન થવાની આ રીત છે. ૪૫.
ટીકાઃ — આ પ્રમાણે જીવ અને અજીવ જુદા જુદા થઈને (રંગભૂમિમાંથી) બહાર
નીકળી ગયા.
ભાવાર્થઃ — સમયસારની આ ‘આત્મખ્યાતિ’ ટીકાના પ્રારંભમાં પહેલાં રંગભૂમિસ્થળ
કહીને ત્યાર પછી ટીકાકાર આચાર્યે એમ કહ્યું હતું કે નૃત્યના અખાડામાં જીવ-અજીવ બન્ને
એક થઈને પ્રવેશ કરે છે અને બન્નેએ એકપણાનો સ્વાંગ રચ્યો છે. ત્યાં, ભેદજ્ઞાની સમ્યગ્દ્રષ્ટિ
પુરુષે સમ્યગ્જ્ઞાન વડે તે જીવ-અજીવ બન્નેની તેમના લક્ષણભેદથી પરીક્ષા કરીને બન્નેને જુદા
જાણ્યા તેથી સ્વાંગ પૂરો થયો અને બન્ને જુદા જુદા થઈને અખાડાની બહાર નીકળી ગયા.
આમ અલંકાર કરીને વર્ણન કર્યું.
જીવ-અજીવ અનાદિ સંયોગ મિલૈ લખિ મૂઢ ન આતમ પાવૈં,
સમ્યક્ ભેદવિજ્ઞાન ભયે બુધ ભિન્ન ગહે નિજભાવ સુદાવૈં;
શ્રી ગુરુકે ઉપદેશ સુનૈ રુ ભલે દિન પાય અજ્ઞાન ગમાવૈં,
તે જગમાંહિ મહંત કહાય વસૈં શિવ જાય સુખી નિત થાવૈં.
આમ શ્રી સમયસારની (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી સમયસાર પરમાગમની)
શ્રીમદ્ અમૃતચંદ્રાચાર્યદેવવિરચિત આત્મખ્યાતિ નામની ટીકામાં જીવ-અજીવનો પ્રરૂપક પહેલો
અંક સમાપ્ત થયો.
❁
इति जीवाजीवौ पृथग्भूत्वा निष्क्रान्तौ ।
इति श्रीमदमृतचन्द्रसूरिविरचितायां समयसारव्याख्यायामात्मख्यातौ जीवाजीवप्ररूपकः
प्रथमोऽङ्कः ।।
૧૨૮સમયસાર