अथ जीवाजीवावेव कर्तृकर्मवेषेण प्रविशतः ।
( मन्दाक्रान्ता )
एकः कर्ता चिदहमिह मे कर्म कोपादयोऽमी
इत्यज्ञानां शमयदभितः कर्तृकर्मप्रवृत्तिम् ।
ज्ञानज्योतिः स्फु रति परमोदात्तमत्यन्तधीरं
साक्षात्कुर्वन्निरुपधिपृथग्द्रव्यनिर्भासि विश्वम् ।।४६।।
કર્તાકર્મવિભાવને, મેટી જ્ઞાનમય હોય,
કર્મ નાશી શિવમાં વસે, નમું તેહ, મદ ખોય.
પ્રથમ ટીકાકાર કહે છે કે ‘હવે જીવ-અજીવ જ એક કર્તાકર્મના વેશે પ્રવેશ કરે છે’.
જેમ બે પુરુષો માંહોમાંહે કોઈ એક સ્વાંગ કરી નૃત્યના અખાડામાં પ્રવેશ કરે તેમ જીવ-અજીવ
બન્ને એક કર્તાકર્મનો સ્વાંગ કરી પ્રવેશ કરે છે એમ અહીં ટીકાકારે અલંકાર કર્યો છે.
હવે પ્રથમ, તે સ્વાંગને જ્ઞાન યથાર્થ જાણી લે છે તે જ્ઞાનના મહિમાનું કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — ‘[ इह ] આ લોકમાં [ अहम् चिद् ] હું ચૈતન્યસ્વરૂપ આત્મા તો [ एकः
कर्ता ] એક કર્તા છું અને [ अमी कोपादयः ] આ ક્રોધાદિ ભાવો [ मे कर्म ] મારાં કર્મ છે’ [ इति
अज्ञानां कर्तृकर्मप्रवृत्तिम् ] એવી અજ્ઞાનીઓને જે કર્તાકર્મની પ્રવૃત્તિ છે તેને [ अभितः शमयत् ]
બધી તરફથી શમાવતી (-મટાડતી) [ ज्ञानज्योतिः ] જ્ઞાનજ્યોતિ [ स्फु रति ] સ્ફુરાયમાન થાય છે.
કેવી છે તે જ્ઞાનજ્યોતિ? [ परम-उदात्तम् ] જે પરમ ઉદાત્ત છે અર્થાત્ કોઈને આધીન નથી,
[ अत्यन्तधीरं ] જે અત્યંત ધીર છે અર્થાત્ કોઈ પ્રકારે આકુળતારૂપ નથી અને [ निरुपधि-पृथग्द्रव्य-
निर्भासि ] પરની સહાય વિના જુદાં જુદાં દ્રવ્યોને પ્રકાશવાનો જેનો સ્વભાવ હોવાથી [ विश्वम्
साक्षात् कुर्वत् ] જે સમસ્ત લોકાલોકને સાક્ષાત્ કરે છે — પ્રત્યક્ષ જાણે છે.
-૨-
કર્તાકર્મ અધિકાર
૧૨૯
17