जाव ण वेदि विसेसंतरं तु आदासवाण दोह्णं पि ।
अण्णाणी तावदु सो कोहादिसु वट्टदे जीवो ।।६९।।
कोहादिसु वट्टंतस्स तस्स कम्मस्स संचओ होदि ।
जीवस्सेवं बंधो भणिदो खलु सव्वदरिसीहिं ।।७०।।
यावन्न वेत्ति विशेषान्तरं त्वात्मास्रवयोर्द्वयोरपि ।
अज्ञानी तावत्स क्रोधादिषु वर्तते जीवः ।।६९।।
क्रोधादिषु वर्तमानस्य तस्य कर्मणः सञ्चयो भवति ।
जीवस्यैवं बन्धो भणितः खलु सर्वदर्शिभिः ।।७०।।
यथायमात्मा तादात्म्यसिद्धसम्बन्धयोरात्मज्ञानयोरविशेषाद्भेदमपश्यन्नविशङ्कमात्मतया ज्ञाने
ભાવાર્થઃ — આવો જ્ઞાનસ્વરૂપ આત્મા છે તે, પરદ્રવ્ય તથા પરભાવોના કર્તાપણારૂપ
અજ્ઞાનને દૂર કરીને, પોતે પ્રગટ પ્રકાશમાન થાય છે. ૪૬.
હવે, જ્યાં સુધી આ જીવ આસ્રવના અને આત્માના વિશેષને (તફાવતને) જાણે નહિ
ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો, આસ્રવોમાં પોતે લીન થતો, કર્મોનો બંધ કરે છે એમ ગાથામાં
કહે છેઃ —
આત્મા અને આસ્રવ તણો જ્યાં ભેદ જીવ જાણે નહીં,
ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. ૬૯.
જીવ વર્તતાં ક્રોધાદિમાં સંચય કરમનો થાય છે,
સહુ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. ૭૦.
ગાથાર્થઃ — [ जीवः ] જીવ [ यावत् ] જ્યાં સુધી [ आत्मास्रवयोः द्वयोः अपि तु ] આત્મા
અને આસ્રવ — એ બન્નેના [ विशेषान्तरं ] તફાવત અને ભેદને [ न वेत्ति ] જાણતો નથી [ तावत् ]
ત્યાં સુધી [ सः ] તે [ अज्ञानी ] અજ્ઞાની રહ્યો થકો [ क्रोधादिषु ] ક્રોધાદિક આસ્રવોમાં [ वर्तते ]
પ્રવર્તે છે; [ क्रोधादिषु ] ક્રોધાદિકમાં [ वर्तमानस्य तस्य ] વર્તતા તેને [ कर्मणः ] કર્મનો [ सञ्चयः ]
સંચય [ भवति ] થાય છે. [ खलु ] ખરેખર [ एवं ] આ રીતે [ जीवस्य ] જીવને [ बन्धः ] કર્મોનો
બંધ [ सर्वदर्शिभिः ] સર્વજ્ઞદેવોએ [ भणितः ] કહ્યો છે.
ટીકાઃ — જેમ આ આત્મા, જેમને તાદાત્મ્યસિદ્ધ સંબંધ છે એવાં આત્મા અને જ્ઞાનમાં
૧૩૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-