वर्तते, तत्र वर्तमानश्च ज्ञानक्रियायाः स्वभावभूतत्वेनाप्रतिषिद्धत्वाज्जानाति, तथा संयोगसिद्ध-
सम्बन्धयोरप्यात्मक्रोधाद्यास्रवयोः स्वयमज्ञानेन विशेषमजानन् यावद्भेदं न पश्यति तावदशङ्क-
मात्मतया क्रोधादौ वर्तते, तत्र वर्तमानश्च क्रोधादिक्रियाणां परभावभूतत्वात्प्रतिषिद्धत्वेऽपि
स्वभावभूतत्वाध्यासात्क्रुध्यति रज्यते मुह्यति चेति । तदत्र योऽयमात्मा स्वयमज्ञानभवने
ज्ञानभवनमात्रसहजोदासीनावस्थात्यागेन व्याप्रियमाणः प्रतिभाति स कर्ता; यत्तु ज्ञानभवन-
व्याप्रियमाणत्वेभ्यो भिन्नं क्रियमाणत्वेनान्तरुत्प्लवमानं प्रतिभाति क्रोधादि तत्कर्म ।
एवमियमनादिरज्ञानजा कर्तृकर्मप्रवृत्तिः । एवमस्यात्मनः स्वयमज्ञानात्कर्तृकर्मभावेन क्रोधादिषु
वर्तमानस्य तमेव क्रोधादिवृत्तिरूपं परिणामं निमित्तमात्रीकृत्य स्वयमेव परिणममानं पौद्गलिकं कर्म
सञ्चयमुपयाति । एवं जीवपुद्गलयोः परस्परावगाहलक्षणसम्बन्धात्मा बन्धः सिध्येत् । स
વિશેષ (તફાવત, જુદાં લક્ષણો) નહિ હોવાથી તેમનો ભેદ (જુદાપણું) નહિ દેખતો થકો, નિઃશંક
રીતે જ્ઞાનમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં (જ્ઞાનમાં પોતાપણે) વર્તતો તે, જ્ઞાનક્રિયા સ્વભાવભૂત
હોવાને લીધે નિષેધવામાં આવી નથી માટે, જાણે છે — જાણવારૂપ પરિણમે છે, તેવી રીતે જ્યાં
સુધી આ આત્મા, જેમને સંયોગસિદ્ધ સંબંધ છે એવા આત્મા અને ક્રોધાદિ આસ્રવોમાં પણ,
પોતાના અજ્ઞાનભાવને લીધે, વિશેષ નહિ જાણતો થકો તેમનો ભેદ દેખતો નથી ત્યાં સુધી
નિઃશંક રીતે ક્રોધાદિમાં પોતાપણે વર્તે છે, અને ત્યાં (ક્રોધાદિમાં પોતાપણે) વર્તતો તે, જોકે
ક્રોધાદિ ક્રિયા પરભાવભૂત હોવાથી નિષેધવામાં આવી છે તોપણ તે સ્વભાવભૂત હોવાનો તેને
અધ્યાસ હોવાથી, ક્રોધરૂપ પરિણમે છે, રાગરૂપ પરિણમે છે, મોહરૂપ પરિણમે છે. હવે અહીં,
જે આ આત્મા પોતાના અજ્ઞાનભાવને લીધે, ૧જ્ઞાનભવનમાત્ર જે સહજ ઉદાસીન
(જ્ઞાતાદ્રષ્ટામાત્ર) અવસ્થા તેનો ત્યાગ કરીને અજ્ઞાનભવનવ્યાપારરૂપ અર્થાત્ ક્રોધાદિવ્યાપારરૂપ
પ્રવર્તતો પ્રતિભાસે છે તે કર્તા છે; અને જ્ઞાનભવનવ્યાપારરૂપ પ્રવર્તનથી જુદાં, જે ૨ક્રિયમાણપણે
અંતરંગમાં ઉત્પન્ન થતાં પ્રતિભાસે છે, એવાં ક્રોધાદિક તે, (તે કર્તાનાં) કર્મ છે. આ પ્રમાણે
અનાદિ કાળની અજ્ઞાનથી થયેલી આ (આત્માની) કર્તાકર્મની પ્રવૃત્તિ છે. એ રીતે પોતાના
અજ્ઞાનને લીધે કર્તાકર્મભાવ વડે ક્રોધાદિમાં વર્તતા આ આત્માને, તે જ ક્રોધાદિની પ્રવૃત્તિરૂપ
પરિણામને નિમિત્તમાત્ર કરીને પોતે પોતાના ભાવથી જ પરિણમતું પૌદ્ગલિક કર્મ એકઠું થાય
છે. આ રીતે જીવ અને પુદ્ગલનો, પરસ્પર અવગાહ જેનું લક્ષણ છે એવા સંબંધરૂપ બંધ
સિદ્ધ થાય છે. અનેકાત્મક હોવા છતાં (અનાદિ) એક પ્રવાહપણે હોવાથી જેમાંથી ઇતરેતરાશ્રય
૧. ભવન = થવું તે; પરિણમવું તે; પરિણમન.
૨. ક્રિયમાણ = કરાતું હોય તે
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૩૧