Samaysar (Gujarati). Gatha: 71.

< Previous Page   Next Page >


Page 132 of 642
PDF/HTML Page 163 of 673

 

૧૩૨

સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-

चानेकात्मकैकसन्तानत्वेन निरस्तेतरेतराश्रयदोषः कर्तृकर्मप्रवृत्तिनिमित्तस्याज्ञानस्य निमित्तम्

कदाऽस्याः कर्तृकर्मप्रवृत्तेर्निवृत्तिरिति चेत्
जइया इमेण जीवेण अप्पणो आसवाण य तहेव
णादं होदि विसेसंतरं तु तइया ण बंधो से ।।७१।।
यदानेन जीवेनात्मनः आस्रवाणां च तथैव
ज्ञातं भवति विशेषान्तरं तु तदा न बन्धस्तस्य ।।७१।।

इह किल स्वभावमात्रं वस्तु, स्वस्य भवनं तु स्वभावः तेन ज्ञानस्य भवनं खल्वात्मा, દોષ દૂર થયો છે એવો તે બંધ, કર્તાકર્મની પ્રવૃત્તિનું નિમિત્ત જે અજ્ઞાન તેનું નિમિત્ત છે.

ભાવાર્થઆ આત્મા, જેમ પોતાના જ્ઞાનસ્વભાવરૂપ પરિણમે છે તેમ જ્યાં સુધી ક્રોધાદિરૂપ પણ પરિણમે છે, જ્ઞાનમાં અને ક્રોધાદિમાં ભેદ જાણતો નથી, ત્યાં સુધી તેને કર્તાકર્મની પ્રવૃત્તિ છે; ક્રોધાદિરૂપ પરિણમતો તે પોતે કર્તા છે અને ક્રોધાદિ તેનું કર્મ છે. વળી અનાદિ અજ્ઞાનથી તો કર્તાકર્મની પ્રવૃત્તિ છે, કર્તાકર્મની પ્રવૃત્તિથી બંધ છે અને તે બંધના નિમિત્તથી અજ્ઞાન છે; એ પ્રમાણે અનાદિ સંતાન (પ્રવાહ) છે, માટે તેમાં ઇતરેતર-આશ્રય દોષ પણ આવતો નથી.

આ રીતે જ્યાં સુધી આત્મા ક્રોધાદિ કર્મનો કર્તા થઈ પરિણમે છે ત્યાં સુધી કર્તાકર્મની પ્રવૃત્તિ છે અને ત્યાં સુધી કર્મનો બંધ થાય છે.

હવે પૂછે છે કે આ કર્તાકર્મની પ્રવૃત્તિનો અભાવ ક્યારે થાય છે? તેનો ઉત્તર કહે છે

આ જીવ જ્યારે આસ્રવોનું તેમ નિજ આત્મા તણું
જાણે વિશેષાંતર, તદા બંધન નહીં તેને થતું. ૭૧.

ગાથાર્થ[ यदा ] જ્યારે [ अनेन जीवेन ] આ જીવ [ आत्मनः ] આત્માના [ तथा एव च ] અને [ आस्रवाणां ] આસ્રવોના [ विशेषान्तरं ] તફાવત અને ભેદને [ ज्ञातं भवति ] જાણે [ तदा तु ] ત્યારે [ तस्य ] તેને [ बन्धः न ] બંધ થતો નથી.

ટીકાઆ જગતમાં વસ્તુ છે તે સ્વભાવમાત્ર જ છે, અને ‘સ્વ’નું ભવન તે સ્વ- -ભાવ છે (અર્થાત્ પોતાનું જે થવુંપરિણમવું તે સ્વભાવ છે); માટે નિશ્ચયથી જ્ઞાનનું થવું