क्रोधादेर्भवनं क्रोधादिः । अथ ज्ञानस्य यद्भवनं तन्न क्रोधादेरपि भवनं, यतो यथा ज्ञानभवने
ज्ञानं भवद्विभाव्यते न तथा क्रोधादिरपि; यत्तु क्रोधादेर्भवनं तन्न ज्ञानस्यापि भवनं, यतो यथा
क्रोधादिभवने क्रोधादयो भवन्तो विभाव्यन्ते न तथा ज्ञानमपि । इत्यात्मनः क्रोधादीनां च न
खल्वेकवस्तुत्वम् । इत्येवमात्मात्मास्रवयोर्विशेषदर्शनेन यदा भेदं जानाति तदास्यानादिरप्यज्ञानजा
कर्तृकर्मप्रवृत्तिर्निवर्तते; तन्निवृत्तावज्ञाननिमित्तं पुद्गलद्रव्यकर्मबन्धोऽपि निवर्तते । तथा सति
ज्ञानमात्रादेव बन्धनिरोधः सिध्येत् ।
कथं ज्ञानमात्रादेव बन्धनिरोध इति चेत् —
णादूण आसवाणं असुचित्तं च विवरीयभावं च ।
दुक्खस्स कारणं ति य तदो णियत्तिं कुणदि जीवो ।।७२।।
પરિણમવું તે આત્મા છે અને ક્રોધાદિનું થવું – પરિણમવું તે ક્રોધાદિ છે. વળી જ્ઞાનનું જે થવું –
પરિણમવું છે તે ક્રોધાદિકનું પણ થવું – પરિણમવું નથી, કારણ કે જ્ઞાનના થવામાં
( – પરિણમવામાં) જેમ જ્ઞાન થતું માલૂમ પડે છે તેમ ક્રોધાદિક પણ થતાં માલૂમ પડતાં નથી;
અને ક્રોધાદિકનું જે થવું – પરિણમવું તે જ્ઞાનનું પણ થવું – પરિણમવું નથી, કારણ કે ક્રોધાદિકના
થવામાં ( – પરિણમવામાં) જેમ ક્રોધાદિક થતાં માલૂમ પડે છે તેમ જ્ઞાન પણ થતું માલૂમ પડતું
નથી. આ રીતે આત્માને અને ક્રોધાદિકને નિશ્ચયથી એકવસ્તુપણું નથી. આ પ્રમાણે આત્મા અને
આસ્રવોનો વિશેષ ( – તફાવત) દેખવાથી જ્યારે આ આત્મા તેમનો ભેદ (ભિન્નતા) જાણે છે
ત્યારે આ આત્માને અનાદિ હોવા છતાં પણ અજ્ઞાનથી ઉત્પન્ન થયેલી એવી (પરમાં) કર્તાકર્મની
પ્રવૃત્તિ નિવૃત્ત થાય છે; તેની નિવૃત્તિ થતાં પૌદ્ગલિક દ્રવ્યકર્મનો બંધ — કે જે અજ્ઞાનનું નિમિત્ત
છે તે — પણ નિવૃત્ત થાય છે. એમ થતાં, જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ સિદ્ધ થાય છે.
ભાવાર્થઃ — ક્રોધાદિક અને જ્ઞાન જુદી જુદી વસ્તુઓ છે; જ્ઞાનમાં ક્રોધાદિક નથી,
ક્રોધાદિકમાં જ્ઞાન નથી. આવું તેમનું ભેદજ્ઞાન થાય ત્યારે તેમના એકપણારૂપ અજ્ઞાન મટે અને
અજ્ઞાન મટવાથી કર્મનો બંધ પણ ન થાય. આ રીતે જ્ઞાનથી જ બંધનો નિરોધ થાય છે.
હવે પૂછે છે કે જ્ઞાનમાત્રથી જ બંધનો નિરોધ કઈ રીતે છે? તેનો ઉત્તર કહે
છેઃ —
અશુચિપણું, વિપરીતતા એ આસ્રવોનાં જાણીને,
વળી જાણીને દુખકારણો, એથી નિવર્તન જીવ કરે. ૭૨.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૩૩