Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 139 of 642
PDF/HTML Page 170 of 673

 

કહાનજૈનશાસ્ત્રમાળા ]

કર્તાકર્મ અધિકાર
૧૩૯

जतुपादपवद्वध्यघातकस्वभावत्वाज्जीवनिबद्धाः खल्वास्रवाः, न पुनरविरुद्धस्वभावत्वा- भावाज्जीव एव अपस्माररयवद्वर्धमानहीयमानत्वादध्रुवाः खल्वास्रवाः, ध्रुवश्चिन्मात्रो जीव एव शीतदाहज्वरावेशवत् क्रमेणोज्जृम्भमाणत्वादनित्याः खल्वास्रवाः, नित्यो विज्ञानघनस्वभावो जीव एव बीजनिर्मोक्षक्षणक्षीयमाणदारुणस्मरसंस्कारवत्त्रातुमशक्यत्वादशरणाः खल्वास्रवाः, सशरणः स्वयं गुप्तः सहजचिच्छक्तिर्जीव एव नित्यमेवाकुलस्वभावत्वाद्दुःखानि खल्वास्रवाः, अदुःखं नित्यमेवानाकुलस्वभावो जीव एव आयत्यामाकुलत्वोत्पादकस्य पुद्गलपरिणामस्य हेतुत्वाद्दुःखफलाः खल्वास्रवाः, अदुःखफलः सकलस्यापि पुद्गलपरिणामस्याहेतुत्वाज्जीव एव इति विकल्पानन्तरमेव शिथिलितकर्मविपाको विघटितघनौघघटनो दिगाभोग इव


અધ્રુવ છે, [ अनित्याः ] અનિત્ય છે [ तथा च ] તેમ જ [ अशरणाः ] અશરણ છે, [ च ] વળી તેઓ [ दुःखानि ] દુઃખરૂપ છે, [ दुःखफलाः ] દુઃખ જ જેમનું ફળ છે એવા છે,[ इति ज्ञात्वा ] એવું જાણીને જ્ઞાની [ तेभ्यः ] તેમનાથી [ निवर्तते ] નિવૃત્તિ કરે છે.

ટીકાવૃક્ષ અને લાખની જેમ વધ્ય-ઘાતકસ્વભાવપણું હોવાથી આસ્રવો જીવ સાથે બંધાયેલા છે; પરંતુ અવિરુદ્ધસ્વભાવપણાનો અભાવ હોવાથી તેઓ જીવ જ નથી. (લાખના નિમિત્તથી પીપળ આદિ વૃક્ષનો નાશ થાય છે. લાખ ઘાતક અર્થાત્ હણનાર છે અને વૃક્ષ વધ્ય અર્થાત્ હણાવાયોગ્ય છે. આ રીતે લાખ અને વૃક્ષનો સ્વભાવ એકબીજાથી વિરુદ્ધ છે માટે લાખ વૃક્ષ સાથે માત્ર બંધાયેલી જ છે; લાખ પોતે વૃક્ષ નથી. તેવી રીતે આસ્રવો ઘાતક છે અને આત્મા વધ્ય છે. આમ વિરુદ્ધ સ્વભાવો હોવાથી આસ્રવો પોતે જીવ નથી.) આસ્રવો વાઈના વેગની જેમ વધતા-ઘટતા હોવાથી અધ્રુવ છે; ચૈતન્યમાત્ર જીવ જ ધ્રુવ છે. આસ્રવો શીતદાહજ્વરના આવેશની જેમ અનુક્રમે ઉત્પન્ન થતા હોવાથી અનિત્ય છે; વિજ્ઞાનઘન જેનો સ્વભાવ છે એવો જીવ જ નિત્ય છે. જેમ કામસેવનમાં વીર્ય છૂટી જાય તે ક્ષણે જ દારુણ કામનો સંસ્કાર નાશ પામી જાય છે, કોઈથી રોકી રાખી શકાતો નથી, તેમ કર્મોદય છૂટી જાય તે ક્ષણે જ આસ્રવો નાશ પામી જાય છે, રોકી રાખી શકાતા નથી, માટે તેઓ અશરણ છે; આપોઆપ (પોતાથી જ) રક્ષિત એવો સહજ ચિત્શક્તિરૂપ જીવ જ શરણસહિત છે. આસ્રવો સદાય આકુળ સ્વભાવવાળા હોવાથી દુઃખરૂપ છે; સદાય નિરાકુળ સ્વભાવવાળો જીવ જ અદુઃખરૂપ અર્થાત્ સુખરૂપ છે. આસ્રવો આગામી કાળમાં આકુળતાને ઉત્પન્ન કરનારા એવા પુદ્ગલપરિણામના હેતુ હોવાથી દુઃખફળરૂપ છે (અર્થાત્ દુઃખ જેમનું ફળ છે એવા છે); જીવ જ સમસ્ત પુદ્ગલપરિણામનો અહેતુ હોવાથી અદુઃખફળ છે (અર્થાત્ દુઃખફળરૂપ નથી).આમ આસ્રવોનું અને જીવનું ભેદજ્ઞાન થતાં વેંત જ જેનામાં કર્મવિપાક શિથિલ થઈ