विशेषचेतनचञ्चलकल्लोलनिरोधेनेममेव चेतयमानः स्वाज्ञानेनात्मन्युत्प्लवमानानेतान् भावानखिला-
नेव क्षपयामीत्यात्मनि निश्चित्य चिरसंगृहीतमुक्तपोतपात्रः समुद्रावर्त इव झगित्येवोद्वान्तसमस्त-
विकल्पोऽकल्पितमचलितममलमात्मानमालम्बमानो विज्ञानघनभूतः खल्वयमात्मास्रवेभ्यो निवर्तते ।
कथं ज्ञानास्रवनिवृत्त्योः समकालत्वमिति चेत् —
जीवणिबद्धा एदे अधुव अणिच्चा तहा असरणा य ।
दुक्खा दुक्खफल त्ति य णादूण णिवत्तदे तेहिं ।।७४।।
जीवनिबद्धा एते अध्रुवा अनित्यास्तथा अशरणाश्च ।
दुःखानि दुःखफला इति च ज्ञात्वा निवर्तते तेभ्यः ।।७४।।
દ્રવ્યની જેમ પારમાર્થિક વસ્તુવિશેષ છું. તેથી હવે હું સમસ્ત પરદ્રવ્યપ્રવૃત્તિથી નિવૃત્તિ વડે આ
જ આત્મસ્વભાવમાં નિશ્ચળ રહેતો થકો, સમસ્ત પરદ્રવ્યના નિમિત્તથી વિશેષરૂપ ચેતનમાં થતા
જે ચંચળ કલ્લોલો તેમના નિરોધ વડે આને જ (આ ચૈતન્યસ્વરૂપને જ) અનુભવતો થકો,
પોતાના અજ્ઞાન વડે આત્મામાં ઉત્પન્ન થતા જે આ ક્રોધાદિક ભાવો તે સર્વને ક્ષય કરું છું —
એમ આત્મામાં નિશ્ચય કરીને, ઘણા વખતથી પકડેલું જે વહાણ તેને જેણે છોડી દીધું છે એવા
સમુદ્રના વમળની જેમ જેણે સર્વ વિકલ્પોને જલદી વમી નાખ્યા છે એવો, નિર્વિકલ્પ અચલિત
નિર્મળ આત્માને અવલંબતો, વિજ્ઞાનઘન થયો થકો, આ આત્મા આસ્રવોથી નિવર્તે છે.
ભાવાર્થઃ — શુદ્ધનયથી જ્ઞાનીએ આત્માનો એવો નિશ્ચય કર્યો કે ‘હું એક છું, શુદ્ધ છું,
પરદ્રવ્ય પ્રત્યે મમતારહિત છું, જ્ઞાનદર્શનથી પૂર્ણ વસ્તુ છું’. જ્યારે તે જ્ઞાની આત્મા આવા
પોતાના સ્વરૂપમાં રહેતો થકો તેના જ અનુભવરૂપ થાય ત્યારે ક્રોધાદિક આસ્રવો ક્ષય પામે
છે. જેમ સમુદ્રના વમળે ઘણા કાળથી વહાણને પકડી રાખ્યું હોય પણ પછી જ્યારે વમળ
શમે ત્યારે તે વહાણને છોડી દે છે, તેમ આત્મા વિકલ્પોના વમળને શમાવતો થકો આસ્રવોને
છોડી દે છે.
હવે પૂછે છે કે જ્ઞાન થવાનો અને આસ્રવોની નિવૃત્તિનો સમકાળ (એક કાળ) કઈ
રીતે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ —
આ સર્વ જીવનિબદ્ધ, અધ્રુવ, શરણહીન, અનિત્ય છે,
એ દુઃખ, દુખફળ જાણીને એનાથી જીવ પાછો વળે. ૭૪.
ગાથાર્થઃ — [ एते ] આ આસ્રવો [ जीवनिबद्धाः ] જીવની સાથે નિબદ્ધ છે, [ अध्रुवाः ]
૧૩૮
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-