કહાનજૈનશાસ્ત્રમાળા ]
अहमयमात्मा प्रत्यक्षमक्षुण्णमनन्तं चिन्मात्रं ज्योतिरनाद्यनन्तनित्योदितविज्ञानघनस्वभाव- भावत्वादेकः, सकलकारकचक्रप्रक्रियोत्तीर्णनिर्मलानुभूतिमात्रत्वाच्छुद्धः, पुद्गलस्वामिकस्य क्रोधादि- भाववैश्वरूपस्य स्वस्य स्वामित्वेन नित्यमेवापरिणमनान्निर्ममतः, चिन्मात्रस्य महसो वस्तुस्वभावत एव सामान्यविशेषाभ्यां सकलत्वात् ज्ञानदर्शनसमग्रः, गगनादिवत्पारमार्थिको वस्तुविशेषोऽस्मि । तदहमधुनास्मिन्नेवात्मनि निखिलपरद्रव्यप्रवृत्तिनिवृत्त्या निश्चलमवतिष्ठमानः सकलपरद्रव्यनिमित्तक-
હવે પૂછે છે કે કઈ વિધિથી ( – રીતથી) આ આત્મા આસ્રવોથી નિવર્તે છે? તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ —
ગાથાર્થઃ — જ્ઞાની વિચારે છે કેઃ [ खलु ] નિશ્ચયથી [ अहम् ] હું [ एकः ] એક છું, [ शुद्धः ] શુદ્ધ છું, [ निर्ममतः ] મમતારહિત છું, [ ज्ञानदर्शनसमग्रः ] જ્ઞાનદર્શનથી પૂર્ણ છું; [ तस्मिन् स्थितः ] તે સ્વભાવમાં રહેતો, [ तच्चित्तः ] તેમાં ( – તે ચૈતન્ય-અનુભવમાં) લીન થતો (હું) [ एतान् ] આ [ सर्वान् ] ક્રોધાદિક સર્વ આસ્રવોને [ क्षयं ] ક્ષય [ नयामि ] પમાડું છું.
ટીકાઃ — હું આ આત્મા — પ્રત્યક્ષ અખંડ અનંત ચિન્માત્ર જ્યોતિ — અનાદિઅનંત નિત્ય-ઉદયરૂપ વિજ્ઞાનઘનસ્વભાવભાવપણાને લીધે એક છું; (કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણસ્વરૂપ) સર્વ કારકોના સમૂહની પ્રક્રિયાથી પાર ઊતરેલી જે નિર્મળ અનુભૂતિ, તે અનુભૂતિમાત્રપણાને લીધે શુદ્ધ છું; પુદ્ગલદ્રવ્ય જેનું સ્વામી છે એવું જે ક્રોધાદિભાવોનું વિશ્વરૂપપણું (અનેકરૂપપણું) તેના સ્વામીપણે પોતે સદાય નહિ પરિણમતો હોવાથી મમતારહિત છું; ચિન્માત્ર જ્યોતિનું, વસ્તુસ્વભાવથી જ, સામાન્ય અને વિશેષ વડે પરિપૂર્ણપણું (આખાપણું) હોવાથી, હું જ્ઞાનદર્શન વડે પરિપૂર્ણ છું. — આવો હું આકાશાદિ