૧૩૬
निदमुदितमखण्डं ज्ञानमुच्चण्डमुच्चैः ।
रिह भवति कथं वा पौद्गलः कर्मबन्धः ।।४७।।
અવિરતિ આદિથી બંધ થાય છે તે અલ્પ સ્થિતિ-અનુભાગવાળો છે, દીર્ઘ સંસારનું કારણ નથી; તેથી તે પ્રધાન ગણવામાં આવ્યો નથી. અથવા તો આ પ્રમાણે કારણ છેઃ — જ્ઞાન બંધનું કારણ નથી. જ્યાં સુધી જ્ઞાનમાં મિથ્યાત્વનો ઉદય હતો ત્યાં સુધી તે અજ્ઞાન કહેવાતું હતું અને મિથ્યાત્વ ગયા પછી અજ્ઞાન નથી, જ્ઞાન જ છે. તેમાં જે કાંઈ ચારિત્રમોહ સંબંધી વિકાર છે તેનો સ્વામી જ્ઞાની નથી તેથી જ્ઞાનીને બંધ નથી; કારણ કે વિકાર કે જે બંધરૂપ છે અને બંધનું કારણ છે, તે તો બંધની પંક્તિમાં છે, જ્ઞાનની પંક્તિમાં નથી. આ અર્થના સમર્થનરૂપ કથન આગળ જતાં ગાથાઓમાં આવશે.
શ્લોકાર્થઃ — [ परपरिणतिम् उज्झत् ] પરપરિણતિને છોડતું, [ भेदवादान् खण्डयत् ] ભેદનાં કથનોને તોડી પાડતું, [ इदम् अखण्डम् उच्चण्डम् ज्ञानम् ] આ અખંડ અને અત્યંત પ્રચંડ જ્ઞાન [ उच्चैः उदितम् ] પ્રત્યક્ષ ઉદય પામ્યું છે. [ ननु ] અહો! [ इह ] આવા જ્ઞાનમાં [ कर्तृकर्मप्रवृत्तिः ] (પરદ્રવ્યનાં) કર્તાકર્મની પ્રવૃત્તિનો [ कथम् अवकाशः ] અવકાશ કેમ હોઈ શકે? [ वा ] તથા [ पौद्गलः कर्मबन्धः ] પૌદ્ગલિક કર્મબંધ પણ [ कथं भवति ] કેમ હોઈ શકે? (ન જ હોઈ શકે.)
(જ્ઞેયોના નિમિત્તથી તથા ક્ષયોપશમના વિશેષથી જ્ઞાનમાં જે અનેક ખંડરૂપ આકારો પ્રતિભાસમાં આવતા હતા તેમનાથી રહિત જ્ઞાનમાત્ર આકાર હવે અનુભવમાં આવ્યો તેથી ‘અખંડ’ એવું વિશેષણ જ્ઞાનને આપ્યું છે. મતિજ્ઞાન આદિ જે અનેક ભેદો કહેવાતા હતા તેમને દૂર કરતું ઉદય પામ્યું છે તેથી ‘ભેદનાં કથનોને તોડી પાડતું’ એમ કહ્યું છે. પરના નિમિત્તે રાગાદિરૂપ પરિણમતું હતું તે પરિણતિને છોડતું ઉદય પામ્યું છે તેથી ‘પરપરિણતિને છોડતું’ એમ કહ્યું છે. પરના નિમિત્તથી રાગાદિરૂપ પરિણમતું નથી, બળવાન છે તેથી ‘અત્યંત પ્રચંડ’ કહ્યું છે.)
ભાવાર્થઃ — કર્મબંધ તો અજ્ઞાનથી થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિથી હતો. હવે જ્યારે ભેદભાવને અને પરપરિણતિને દૂર કરી એકાકાર જ્ઞાન પ્રગટ થયું ત્યારે ભેદરૂપ કારકની પ્રવૃત્તિ મટી; તો પછી હવે બંધ શા માટે હોય? અર્થાત્ ન હોય. ૪૭.