Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 135 of 642
PDF/HTML Page 166 of 673

 

background image
बन्धनिरोधः सिध्येत्
किञ्च यदिदमात्मास्रवयोर्भेदज्ञानं तत्किमज्ञानं किं वा ज्ञानम् ? यद्यज्ञानं तदा
तदभेदज्ञानान्न तस्य विशेषः ज्ञानं चेत् किमास्रवेषु प्रवृत्तं किं वास्रवेभ्यो निवृत्तम् ? आस्रवेषु
प्रवृत्तं चेत्तदापि तदभेदज्ञानान्न तस्य विशेषः आस्रवेभ्यो निवृत्तं चेत्तर्हि कथं न ज्ञानादेव
बन्धनिरोधः इति निरस्तोऽज्ञानांशः क्रियानयः यत्त्वात्मास्रवयोर्भेदज्ञानमपि नास्रवेभ्यो निवृत्तं
भवति तज्ज्ञानमेव न भवतीति ज्ञानांशो ज्ञाननयोऽपि निरस्तः
તેનો નિરોધ થાય છે.
વળી, જે આ આત્મા અને આસ્રવોનું ભેદજ્ઞાન છે તે અજ્ઞાન છે કે જ્ઞાન છે? જો
અજ્ઞાન છે તો આત્મા અને આસ્રવોના અભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. અને જો
જ્ઞાન છે તો (તે જ્ઞાન) આસ્રવોમાં પ્રવર્તે છે કે તેમનાથી નિવર્ત્યું છે
? જો આસ્રવોમાં પ્રવર્તે
છે તોપણ આત્મા અને આસ્રવોના અભેદજ્ઞાનથી તેની કાંઈ વિશેષતા ન થઈ. અને જો
આસ્રવોથી નિવર્ત્યું છે તો જ્ઞાનથી જ બંધનો નિરોધ સિદ્ધ થયો કેમ ન કહેવાય
? (સિદ્ધ થયો
જ કહેવાય.) આમ સિદ્ધ થવાથી અજ્ઞાનનો અંશ એવા ક્રિયાનયનું ખંડન થયું. વળી જે આત્મા
અને આસ્રવોનું ભેદજ્ઞાન છે તે પણ જો આસ્રવોથી નિવૃત્ત ન હોય તો તે જ્ઞાન જ નથી એમ
સિદ્ધ થવાથી જ્ઞાનનો અંશ એવા (એકાંત) જ્ઞાનનયનું પણ ખંડન થયું.
ભાવાર્થઃઆસ્રવો અશુચિ છે, જડ છે, દુઃખનાં કારણ છે અને આત્મા પવિત્ર છે,
જ્ઞાતા છે, સુખસ્વરૂપ છે. એ રીતે લક્ષણભેદથી બન્નેને ભિન્ન જાણીને આસ્રવોથી આત્મા
નિવૃત્ત થાય છે અને તેને કર્મનો બંધ થતો નથી. આત્મા અને આસ્રવોનો ભેદ જાણ્યા છતાં
જો આત્મા આસ્રવોથી નિવૃત્ત ન થાય તો તે જ્ઞાન જ નથી, અજ્ઞાન જ છે. અહીં કોઈ પ્રશ્ન
કરે કે અવિરત સમ્યગ્દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધી પ્રકૃતિઓનો તો આસ્રવ નથી થતો
પણ અન્ય પ્રકૃતિઓનો તો આસ્રવ થઈને બંધ થાય છે; તેને જ્ઞાની કહેવો કે અજ્ઞાની
? તેનું
સમાધાનઃસમ્યગ્દ્રષ્ટિ જીવ જ્ઞાની જ છે કારણ કે તે અભિપ્રાયપૂર્વકના આસ્રવોથી નિવર્ત્યો
છે. તેને પ્રકૃતિઓનો જે આસ્રવ તથા બંધ થાય છે તે અભિપ્રાયપૂર્વક નથી. સમ્યગ્દ્રષ્ટિ થયા
પછી પરદ્રવ્યના સ્વામિત્વનો અભાવ છે; માટે, જ્યાં સુધી તેને ચારિત્રમોહનો ઉદય છે ત્યાં
સુધી તેના ઉદય અનુસાર જે આસ્રવ-બંધ થાય છે તેનું સ્વામીપણું તેને નથી. અભિપ્રાયમાં
તો તે આસ્રવ-બંધથી સર્વથા નિવૃત્ત થવા જ ઇચ્છે છે. તેથી તે જ્ઞાની જ છે.
જ્ઞાનીને બંધ થતો નથી એમ કહ્યું છે તેનું કારણ આ પ્રમાણે છેમિથ્યાત્વસંબંધી
બંધ કે જે અનંત સંસારનું કારણ છે તે જ અહીં પ્રધાનપણે વિવક્ષિત (કહેવા ધારેલો) છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૩૫