(शार्दूलविक्रीडित)
इत्येवं विरचय्य सम्प्रति परद्रव्यान्निवृत्तिं परां
स्वं विज्ञानघनस्वभावमभयादास्तिघ्नुवानः परम् ।
अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशान्निवृत्तः स्वयं
ज्ञानीभूत इतश्चकास्ति जगतः साक्षी पुराणः पुमान् ।।४८।।
कथमात्मा ज्ञानीभूतो लक्ष्यत इति चेत् —
कम्मस्स य परिणामं णोकम्मस्स य तहेव परिणामं ।
ण करेइ एयमादा जो जाणदि सो हवदि णाणी ।।७५।।
कर्मणश्च परिणामं नोकर्मणश्च तथैव परिणामम् ।
न करोत्येनमात्मा यो जानाति स भवति ज्ञानी ।।७५।।
શ્લોકાર્થઃ — [ इति एवं ] એ રીતે પૂર્વકથિત વિધાનથી, [ सम्प्रति ] હમણાં જ (તુરત
જ) [ परद्रव्यात् ] પરદ્રવ્યથી [ परां निवृत्तिं विरचय्य ] ઉત્કૃષ્ટ (સર્વ પ્રકારે) નિવૃત્તિ કરીને
[ विज्ञानघनस्वभावम् परम् स्वं अभयात् आस्तिघ्नुवानः ] વિજ્ઞાનઘનસ્વભાવરૂપ એવા કેવળ પોતાના
પર નિર્ભયપણે આરૂઢ થતો અર્થાત્ પોતાનો આશ્રય કરતો (અથવા પોતાને નિઃશંકપણે
આસ્તિક્યભાવથી સ્થિર કરતો), [ अज्ञानोत्थितकर्तृकर्मकलनात् क्लेशात् ] અજ્ઞાનથી ઉત્પન્ન
થયેલી કર્તાકર્મની પ્રવૃત્તિના અભ્યાસથી થયેલા ક્લેશથી [ निवृत्तः ] નિવૃત્ત થયેલો, [ स्वयं
ज्ञानीभूतः ] પોતે જ્ઞાનસ્વરૂપ થયો થકો, [ जगतः साक्षी ] જગતનો સાક્ષી (જ્ઞાતાદ્રષ્ટા), [ पुराणः
पुमान् ] પુરાણ પુરુષ (આત્મા) [ इतः चकास्ति ] અહીંથી હવે પ્રકાશમાન થાય છે. ૪૮.
હવે પૂછે છે કે આત્મા જ્ઞાનસ્વરૂપ અર્થાત્ જ્ઞાની થયો એમ કઈ રીતે ઓળખાય?
તેનું ચિહ્ન (લક્ષણ) કહો. તેના ઉત્તરરૂપ ગાથા કહે છેઃ —
પરિણામ કર્મ તણું અને નોકર્મનું પરિણામ જે
તે નવ કરે જે, માત્ર જાણે, તે જ આત્મા જ્ઞાની છે. ૭૫.
ગાથાર્થઃ — [ यः ] જે [ आत्मा ] આત્મા [ एनम् ] આ [ कर्मणः परिणामं च ] કર્મના
પરિણામને [ तथा एव च ] તેમ જ [ नोकर्मणः परिणामं ] નોકર્મના પરિણામને [ न करोति ] કરતો
નથી પરંતુ [ जानाति ] જાણે છે [ सः ] તે [ ज्ञानी ] જ્ઞાની [ भवति ] છે.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૪૧