૧૪૨
यः खलु मोहरागद्वेषसुखदुःखादिरूपेणान्तरुत्प्लवमानं कर्मणः परिणामं स्पर्शरसगन्ध- वर्णशब्दबन्धसंस्थानस्थौल्यसौक्ष्म्यादिरूपेण बहिरुत्प्लवमानं नोकर्मणः परिणामं च समस्तमपि परमार्थतः पुद्गलपरिणामपुद्गलयोरेव घटमृत्तिकयोरिव व्याप्यव्यापकभावसद्भावात्पुद्गलद्रव्येण कर्त्रा स्वतन्त्रव्यापकेन स्वयं व्याप्यमानत्वात्कर्मत्वेन क्रियमाणं पुद्गलपरिणामात्मनोर्घटकुम्भकारयोरिव व्याप्यव्यापकभावाभावात् कर्तृकर्मत्वासिद्धौ न नाम करोत्यात्मा, किन्तु परमार्थतः पुद्गलपरिणाम- ज्ञानपुद्गलयोर्घटकुम्भकारवद्वयाप्यव्यापकभावाभावात् कर्तृकर्मत्वासिद्धावात्मपरिणामात्मनोर्घट- मृत्तिकयोरिव व्याप्यव्यापकभावसद्भावादात्मद्रव्येण कर्त्रा स्वतन्त्रव्यापकेन स्वयं व्याप्यमान- त्वात्पुद्गलपरिणामज्ञानं कर्मत्वेन कुर्वन्तमात्मानं जानाति सोऽत्यन्तविविक्तज्ञानीभूतो ज्ञानी स्यात्
न चैवं ज्ञातुः पुद्गलपरिणामो व्याप्यः, पुद्गलात्मनोर्ज्ञेयज्ञायकसम्बन्धव्यवहारमात्रे सत्यपि
ટીકાઃ — નિશ્ચયથી મોહ, રાગ, દ્વેષ, સુખ, દુઃખ આદિરૂપે અંતરંગમાં ઉત્પન્ન થતું જે કર્મનું પરિણામ, અને સ્પર્શ, રસ, ગંધ, વર્ણ, શબ્દ, બંધ, સંસ્થાન, સ્થૂલતા, સૂક્ષ્મતા આદિરૂપે બહાર ઉત્પન્ન થતું જે નોકર્મનું પરિણામ, તે બધુંય પુદ્ગલપરિણામ છે. પરમાર્થે, જેમ ઘડાને અને માટીને જ વ્યાપ્યવ્યાપકભાવનો (વ્યાપ્યવ્યાપકપણાનો) સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ પુદ્ગલપરિણામને અને પુદ્ગલને જ વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. પુદ્ગલદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી પુદ્ગલપરિણામનો કર્તા છે અને પુદ્ગલપરિણામ તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. તેથી પુદ્ગલદ્રવ્ય વડે કર્તા થઈને કર્મપણે કરવામાં આવતું જે સમસ્ત કર્મનોકર્મરૂપ પુદ્ગલપરિણામ તેને જે આત્મા, પુદ્ગલપરિણામને અને આત્માને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, પરમાર્થે કરતો નથી, પરંતુ (માત્ર) પુદ્ગલપરિણામના જ્ઞાનને (આત્માના) કર્મપણે કરતા એવા પોતાના આત્માને જાણે છે, તે આત્મા (કર્મનોકર્મથી) અત્યંત ભિન્ન જ્ઞાનસ્વરૂપ થયો થકો જ્ઞાની છે. (પુદ્ગલપરિણામનું જ્ઞાન આત્માનું કર્મ કઈ રીતે છે તે સમજાવે છેઃ — ) પરમાર્થે પુદ્ગલપરિણામના જ્ઞાનને અને પુદ્ગલને ઘટ અને કુંભારની જેમ વ્યાપ્યવ્યાપકભાવનો અભાવ હોવાથી કર્તાકર્મપણાની અસિદ્ધિ છે અને જેમ ઘડાને અને માટીને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે તેમ આત્મપરિણામને અને આત્માને વ્યાપ્યવ્યાપકભાવનો સદ્ભાવ હોવાથી કર્તાકર્મપણું છે. આત્મદ્રવ્ય સ્વતંત્ર વ્યાપક હોવાથી આત્મપરિણામનો એટલે કે પુદ્ગલપરિણામના જ્ઞાનનો કર્તા છે અને પુદ્ગલપરિણામનું જ્ઞાન તે વ્યાપક વડે સ્વયં વ્યપાતું હોવાથી (વ્યાપ્યરૂપ થતું હોવાથી) કર્મ છે. વળી આ રીતે (જ્ઞાતા પુદ્ગલપરિણામનું જ્ઞાન કરે છે તેથી) એમ પણ નથી કે