Samaysar (Gujarati). Kalash: 49.

< Previous Page   Next Page >


Page 143 of 642
PDF/HTML Page 174 of 673

 

background image
पुद्गलपरिणामनिमित्तकस्य ज्ञानस्यैव ज्ञातुर्व्याप्यत्वात्
(शार्दूलविक्रीडित)
व्याप्यव्यापकता तदात्मनि भवेन्नैवातदात्मन्यपि
व्याप्यव्यापकभावसम्भवमृते का कर्तृकर्मस्थितिः
इत्युद्दामविवेकघस्मरमहोभारेण भिन्दंस्तमो
ज्ञानीभूय तदा स एष लसितः कर्तृत्वशून्यः पुमान्
।।४९।।
પુદ્ગલપરિણામ જ્ઞાતાનું વ્યાપ્ય છે; કારણ કે પુદ્ગલને અને આત્માને જ્ઞેયજ્ઞાયકસંબંધનો
વ્યવહારમાત્ર હોવા છતાં પણ પુદ્ગલપરિણામ જેનું નિમિત્ત છે એવું જે જ્ઞાન તે જ જ્ઞાતાનું
વ્યાપ્ય છે. (માટે તે જ્ઞાન જ જ્ઞાતાનું કર્મ છે.)
હવે આ જ અર્થના સમર્થનનું કળશરૂપ કાવ્ય કહે છે
શ્લોકાર્થ[ व्याप्यव्यापकता तदात्मनि भवेत् ] વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ હોય,
[ अतदात्मनि अपि न एव ] અતત્સ્વરૂપમાં ન જ હોય. અને [ व्याप्यव्यापकभावसम्भवम् ऋते ]
વ્યાપ્યવ્યાપકભાવના સંભવ વિના [ कर्तृकर्मस्थितिः का ] કર્તાકર્મની સ્થિતિ કેવી? અર્થાત્
કર્તાકર્મની સ્થિતિ ન જ હોય. [ इति उद्दाम-विवेक-घस्मर-महोभारेण ] આવો પ્રબળ વિવેકરૂપ, અને
સર્વને ગ્રાસીભૂત કરવાનો જેનો સ્વભાવ છે એવો જે જ્ઞાનપ્રકાશ તેના ભારથી [ तमः भिन्दन् ]
અજ્ઞાન-અંધકારને ભેદતો, [ सः एषः पुमान् ] આ આત્મા [ ज्ञानीभूय ] જ્ઞાનસ્વરૂપ થઈને, [ तदा ]
તે કાળે [ कर्तृत्वशून्यः लसितः ] કર્તૃત્વરહિત થયેલો શોભે છે.
ભાવાર્થજે સર્વ અવસ્થાઓમાં વ્યાપે તે તો વ્યાપક છે અને કોઈ એક
અવસ્થાવિશેષ તે, (તે વ્યાપકનું) વ્યાપ્ય છે. આમ હોવાથી દ્રવ્ય તો વ્યાપક છે અને પર્યાય વ્યાપ્ય
છે. દ્રવ્ય-પર્યાય અભેદરૂપ જ છે. જે દ્રવ્યનો આત્મા, સ્વરૂપ અથવા સત્ત્વ તે જ પર્યાયનો આત્મા,
સ્વરૂપ અથવા સત્ત્વ. આમ હોઈને દ્રવ્ય પર્યાયમાં વ્યાપે છે અને પર્યાય દ્રવ્ય વડે વ્યપાઈ જાય
છે. આવું વ્યાપ્યવ્યાપકપણું તત્સ્વરૂપમાં જ (અર્થાત્
અભિન્ન સત્તાવાળા પદાર્થમાં જ) હોય;
અતત્સ્વરૂપમાં (અર્થાત્ જેમની સત્તાસત્ત્વ ભિન્ન ભિન્ન છે એવા પદાર્થોમાં) ન જ હોય. જ્યાં
વ્યાપ્યવ્યાપકભાવ હોય ત્યાં જ કર્તાકર્મભાવ હોય; વ્યાપ્યવ્યાપકભાવ વિના કર્તાકર્મભાવ ન હોય.
આવું જે જાણે તે પુદ્ગલને અને આત્માને કર્તાકર્મભાવ નથી એમ જાણે છે. આમ જાણતાં
તે જ્ઞાની થાય છે, કર્તાકર્મભાવથી રહિત થાય છે અને જ્ઞાતાદ્રષ્ટા
જગતનો સાક્ષીભૂતથાય
છે. ૪૯.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૪૩