पुद्गलकर्म जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति चेत् —
ण वि परिणमदि ण गिह्णदि उप्पज्जदि ण परदव्वपज्जाए ।
णाणी जाणंतो वि हु पोग्गलकम्मं अणेयविहं ।।७६।।
नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये ।
ज्ञानी जानन्नपि खलु पुद्गलकर्मानेकविधम् ।।७६।।
यतो यं प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं पुद्गलपरिणामं कर्म पुद्गलद्रव्येण
स्वयमन्तर्व्यापकेन भूत्वादिमध्यान्तेषु व्याप्य तं गृह्णता तथा परिणमता तथोत्पद्यमानेन च क्रियमाणं
जानन्नपि हि ज्ञानी स्वयमन्तर्व्यापको भूत्वा बहिःस्थस्य परद्रव्यस्य परिणामं मृत्तिकाकलश-
मिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च, ततः प्राप्यं विकार्यं
હવે પૂછે છે કે પુદ્ગલકર્મને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ
(કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છેઃ —
વિધવિધ પુદ્ગલકર્મને જ્ઞાની જરૂર જાણે ભલે,
પરદ્રવ્યપર્યાયે ન પ્રણમે, નવ ગ્રહે, નવ ઊપજે. ૭૬.
ગાથાર્થઃ — [ ज्ञानी ] જ્ઞાની [ अनेकविधम् ] અનેક પ્રકારના [ पुद्गलकर्म ] પુદ્ગલકર્મને
[ जानन् अपि ] જાણતો હોવા છતાં [ खलु ] નિશ્ચયથી [ परद्रव्यपर्याये ] પરદ્રવ્યના પર્યાયમાં
[ न अपि परिणमति ] પરિણમતો નથી, [ न गृह्णाति ] તેને ગ્રહણ કરતો નથી અને [ न उत्पद्यते ]
તે-રૂપે ઊપજતો નથી.
ટીકાઃ — પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું (વ્યાપ્ય જેનું લક્ષણ છે
એવું) પુદ્ગલના પરિણામસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક
થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે-રૂપે પરિણમતું અને તે-રૂપે ઊપજતું થકું,
તે પુદ્ગલપરિણામને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતા પુદ્ગલપરિણામને જ્ઞાની
જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને,
ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત
(બહાર રહેલા) એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને,
તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની
૧૪૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-