नापि परिणमति न गृह्णात्युत्पद्यते न परद्रव्यपर्याये ।
ज्ञानी जानन्नपि खलु स्वकपरिणाममनेकविधम् ।।७७।।
यतो यं प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणमात्मपरिणामं कर्म आत्मना स्वयमन्तर्व्यापकेन
भूत्वादिमध्यान्तेषु व्याप्य तं गृह्णता तथा परिणमता तथोत्पद्यमानेन च क्रियमाणं जानन्नपि हि ज्ञानी
स्वयमन्तर्व्यापको भूत्वा बहिःस्थस्य परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं
गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च, ततः प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं
परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य स्वपरिणामं जानतोऽपि ज्ञानिनः पुद्गलेन सह न कर्तृकर्मभावः ।
पुद्गलकर्मफलं जानतो जीवस्य सह पुद्गलेन कर्तृकर्मभावः किं भवति किं न भवतीति
चेत् —
ગાથાર્થઃ — [ ज्ञानी ] જ્ઞાની [ अनेकविधम् ] અનેક પ્રકારના [ स्वकपरिणामम् ] પોતાના
પરિણામને [ जानन् अपि ] જાણતો હોવા છતાં [ खलु ] નિશ્ચયથી [ परद्रव्यपर्याये ] પરદ્રવ્યના
પર્યાયમાં [ न अपि परिणमति ] પરિણમતો નથી, [ न गृह्णाति ] તેને ગ્રહણ કરતો નથી અને
[ न उत्पद्यते ] તે-રૂપે ઊપજતો નથી.
ટીકાઃ — પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું આત્માના પરિણામસ્વરૂપ
જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં આત્મા પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને,
તેને ગ્રહતો, તે-રૂપે પરિણમતો અને તે-રૂપે ઊપજતો થકો, તે આત્મપરિણામને કરે છે; આમ
આત્મા વડે કરવામાં આવતું જે આત્મપરિણામ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી
પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે
છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક
થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે
ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની પોતાના પરિણામને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને
નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને
પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થઃ — ૭૬મી ગાથામાં કહ્યું હતું તે અનુસાર અહીં પણ જાણવું. ત્યાં
‘પુદ્ગલકર્મને જાણતો જ્ઞાની’ એમ હતું તેને બદલે અહીં ‘પોતાના પરિણામને જાણતો જ્ઞાની’
એમ કહ્યું છે — એટલો ફેર છે.
હવે પૂછે છે કે પુદ્ગલકર્મના ફળને જાણતા એવા જીવને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ
(કર્તાકર્મપણું) છે કે નથી? તેનો ઉત્તર કહે છેઃ —
૧૪૬
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-