કહાનજૈનશાસ્ત્રમાળા ]
यतो यं प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं सुखदुःखादिरूपं पुद्गलकर्मफलं कर्म पुद्गलद्रव्येण स्वयमन्तर्व्यापकेन भूत्वादिमध्यान्तेषु व्याप्य तद् गृह्णता तथा परिणमता तथोत्पद्यमानेन च क्रियमाणं जानन्नपि हि ज्ञानी स्वयमन्तर्व्यापको भूत्वा बहिःस्थस्य परद्रव्यस्य परिणामं मृत्तिकाकलशमिवादिमध्यान्तेषु व्याप्य न तं गृह्णाति न तथा परिणमति न तथोत्पद्यते च, ततः प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य सुखदुःखादिरूपं पुद्गलक र्मफलं जानतोऽपि ज्ञानिनः पुद्गलेन सह न कर्तृकर्मभावः ।
ગાથાર્થઃ — [ ज्ञानी ] જ્ઞાની [ पुद्गलकर्मफलम् ] પુદ્ગલકર્મનું ફળ [ अनन्तम् ] કે જે અનંત છે તેને [ जानन् अपि ] જાણતો હોવા છતાં [ खलु ] પરમાર્થે [ परद्रव्यपर्याये ] પરદ્રવ્યના પર્યાયરૂપ [ न अपि परिणमति ] પરિણમતો નથી, [ न गृह्णाति ] તેને ગ્રહણ કરતો નથી અને [ न उत्पद्यते ] તે-રૂપે ઊપજતો નથી.
ટીકાઃ — પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું, વ્યાપ્યલક્ષણવાળું સુખદુઃખાદિરૂપ પુદ્ગલ- કર્મફળસ્વરૂપ જે કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં પુદ્ગલદ્રવ્ય પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય- અંતમાં વ્યાપીને, તેને ગ્રહતું, તે-રૂપે પરિણમતું અને તે-રૂપે ઊપજતું થકું, તે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળને કરે છે; આમ પુદ્ગલદ્રવ્ય વડે કરવામાં આવતું જે સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મફળ તેને જ્ઞાની જાણતો હોવા છતાં, જેમ માટી પોતે ઘડામાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, ઘડાને ગ્રહે છે, ઘડારૂપે પરિણમે છે અને ઘડારૂપે ઊપજે છે તેમ, જ્ઞાની પોતે બાહ્યસ્થિત એવા પરદ્રવ્યના પરિણામમાં અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને ગ્રહતો નથી, તે-રૂપે પરિણમતો નથી અને તે-રૂપે ઊપજતો નથી; માટે, જોકે જ્ઞાની સુખદુઃખાદિરૂપ પુદ્ગલકર્મના ફળને જાણે છે તોપણ, પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતા એવા તે જ્ઞાનીને પુદ્ગલ સાથે કર્તાકર્મભાવ નથી.