Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 18 of 673

 

(૧૬)
[તૃતીય આવૃત્તિ પ્રસંગે]

પ્રથમની બે આવૃત્તિઓમાં સંસ્કૃત ટીકાના કલશરૂપ શ્લોકોનો સળંગ ગુજરાતી અનુવાદ છપાવવામાં આવ્યો હતો. આ ત્રીજી આવૃત્તિમાં તે શ્લોકોનાં ગુજરાતી અનુવાદની વચ્ચે વચ્ચે સંસ્કૃત શબ્દો કૌંસમાં છપાવવામાં આવ્યા છે કે જેથી કયા સંસ્કૃત શબ્દનો કયો ગુજરાતી અર્થ છે તે સહેલાઈથી વાચકના ખ્યાલમાં આવી શકે. આ રીતે ‘શ્લોકાર્થ’માં સંસ્કૃત શબ્દો યથાસ્થાને ગોઠવવાનું કામ બ્ર

ભાઈશ્રી ચંદુલાલભાઈ ઝોબાળિયાએ પોતાની સ્વયંસ્ફુરિત ભાવનાથી ઘણી ચોકસાઈપૂર્વક કર્યું છે.

ઉપરોક્ત વિશેષતા સિવાય, (તેમ જ અનુવાદમાં માત્ર ક્યાંક કરાયેલ નજીવા ફેરફાર સિવાય,) આ તૃતીય આવૃત્તિની સર્વ સામગ્રીસંસ્કૃત ટીકા, અનુવાદ વગેરે બધુંદ્વિતીય આવૃત્તિ પ્રમાણે જ છે. ફાગણ વદ દશમ હિં. જે. શાહ વિ. સં. ૨૦૨૫

❑ ❑ ❑