કહાનજૈનશાસ્ત્રમાળા ]
भूत्वादिमध्यान्तेषु व्याप्य तमेव गृह्णाति तथैव परिणमति तथैवोत्पद्यते च; ततः प्राप्यं विकार्यं निर्वर्त्यं च व्याप्यलक्षणं परद्रव्यपरिणामं कर्माकुर्वाणस्य जीवपरिणामं स्वपरिणामं स्वपरिणामफलं चाजानतः पुद्गलद्रव्यस्य जीवेन सह न कर्तृकर्मभावः ।
व्याप्तृव्याप्यत्वमन्तः कलयितुमसहौ नित्यमत्यन्तभेदात् ।
विज्ञानार्चिश्चकास्ति क्रकचवददयं भेदमुत्पाद्य सद्यः ।।५०।।
નથી અને તે-રૂપે ઊપજતું નથી; પરંતુ પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પોતાના સ્વભાવરૂપ કર્મ (કર્તાનું કાર્ય), તેનામાં (તે પુદ્ગલદ્રવ્ય) પોતે અંતર્વ્યાપક થઈને, આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને, તેને જ ગ્રહે છે, તે-રૂપે જ પરિણમે છે અને તે-રૂપે જ ઊપજે છે; માટે જીવના પરિણામને, પોતાના પરિણામને અને પોતાના પરિણામના ફળને નહિ જાણતું એવું પુદ્ગલદ્રવ્ય પ્રાપ્ય, વિકાર્ય અને નિર્વર્ત્ય એવું જે વ્યાપ્યલક્ષણવાળું પરદ્રવ્યપરિણામસ્વરૂપ કર્મ, તેને નહિ કરતું હોવાથી, તે પુદ્ગલદ્રવ્યને જીવ સાથે કર્તાકર્મભાવ નથી.
ભાવાર્થઃ — કોઈ એમ જાણે કે પુદ્ગલ કે જે જડ છે અને કોઈને જાણતું નથી તેને જીવની સાથે કર્તાકર્મપણું હશે. પરંતુ એમ પણ નથી. પુદ્ગલદ્રવ્ય જીવને ઉત્પન્ન કરી શકતું નથી, પરિણમાવી શકતું નથી તેમ જ ગ્રહી શકતું નથી તેથી તેને જીવ સાથે કર્તાકર્મપણું નથી. પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી.
હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છેઃ —
શ્લોકાર્થઃ — [ ज्ञानी ] જ્ઞાની તો [ इमां स्वपरपरिणति ] પોતાની અને પરની પરિણતિને [ जानन् अपि ] જાણતો પ્રવર્તે છે [ च ] અને [ पुद्गलः अपि अजानन् ] પુદ્ગલદ્રવ્ય પોતાની અને પરની પરિણતિને નહિ જાણતું પ્રવર્તે છે; [ नित्यम् अत्यन्त-भेदात् ] આમ તેમનામાં સદા અત્યંત ભેદ હોવાથી (બન્ને ભિન્ન દ્રવ્યો હોવાથી), [ अन्तः ] તે બન્ને પરસ્પર અંતરંગમાં [ व्याप्तृव्याप्यत्वम् ] વ્યાપ્યવ્યાપકભાવને [ कलयितुम् असहौ ] પામવા અસમર્થ છે. [ अनयोः कर्तृकर्मभ्रममतिः ] જીવ-પુદ્ગલને કર્તાકર્મપણું છે એવી ભ્રમબુદ્ધિ [ अज्ञानात् ] અજ્ઞાનને લીધે [ तावत् भाति ] ત્યાં સુધી ભાસે છે ( – થાય છે) કે [ यावत् ] જ્યાં સુધી [ विज्ञानार्चिः ] (ભેદજ્ઞાન કરનારી) વિજ્ઞાનજ્યોતિ [ क्रकचवत् अदयं ] કરવતની જેમ નિર્દય રીતે (ઉગ્ર રીતે) [ सद्यः भेदम् उत्पाद्य ] જીવ-પુદ્ગલનો તત્કાળ ભેદ ઉપજાવીને [ न चकास्ति ] પ્રકાશિત થતી નથી.