जीवपुद्गलपरिणामयोरन्योऽन्यनिमित्तमात्रत्वमस्ति तथापि न तयोः कर्तृकर्मभाव इत्याह —
जीवपरिणामहेदुं कम्मत्तं पोग्गला परिणमंति ।
पोग्गलकम्मणिमित्तं तहेव जीवो वि परिणमदि ।।८०।।
ण वि कुव्वदि कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे ।
अण्णोण्णणिमित्तेण दु परिणामं जाण दोह्णं पि ।।८१।।
एदेण कारणेण दु कत्ता आदा सएण भावेण ।
पोग्गलकम्मकदाणं ण दु कत्ता सव्वभावाणं ।।८२।।
जीवपरिणामहेतुं कर्मत्वं पुद्गलाः परिणमन्ति ।
पुद्गलकर्मनिमित्तं तथैव जीवोऽपि परिणमति ।।८०।।
नापि करोति कर्मगुणान् जीवः कर्म तथैव जीवगुणान् ।
अन्योऽन्यनिमित्तेन तु परिणामं जानीहि द्वयोरपि ।।८१।।
एतेन कारणेन तु कर्ता आत्मा स्वकेन भावेन ।
पुद्गलकर्मकृतानां न तु कर्ता सर्वभावानाम् ।।८२।।
ભાવાર્થઃ — ભેદજ્ઞાન થયા પછી, જીવને અને પુદ્ગલને કર્તાકર્મભાવ છે એવી બુદ્ધિ રહેતી
નથી; કારણ કે જ્યાં સુધી ભેદજ્ઞાન થતું નથી ત્યાં સુધી અજ્ઞાનથી કર્તાકર્મભાવની બુદ્ધિ થાય છે.
જોકે જીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને અન્યોન્ય (પરસ્પર) નિમિત્ત-
માત્રપણું છે તોપણ તેમને (બન્નેને) કર્તાકર્મપણું નથી એમ હવે કહે છેઃ —
જીવભાવહેતુ પામી પુદ્ગલ કર્મરૂપે પરિણમે;
એવી રીતે પુદ્ગલકરમનિમિત્ત જીવ પણ પરિણમે. ૮૦.
જીવ કર્મગુણ કરતો નથી, નહિ જીવગુણ કર્મો કરે;
અન્યોન્યના નિમિત્તથી પરિણામ બેઉ તણા બને. ૮૧.
એ કારણે આત્મા ઠરે કર્તા ખરે નિજ ભાવથી;
પુદ્ગલકરમકૃત સર્વ ભાવોનો કદી કર્તા નથી. ૮૨.
ગાથાર્થઃ — [ पुद्गलाः ] પુદ્ગલો [ जीवपरिणामहेतुं ] જીવના પરિણામના નિમિત્તથી
૧૫૦
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-