Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 151 of 642
PDF/HTML Page 182 of 673

 

background image
यतो जीवपरिणामं निमित्तीकृत्य पुद्गलाः कर्मत्वेन परिणमन्ति, पुद्गलकर्म निमित्तीकृत्य
जीवोऽपि परिणमतीति जीवपुद्गलपरिणामयोरितरेतरहेतुत्वोपन्यासेऽपि जीवपुद्गलयोः परस्परं
व्याप्यव्यापकभावाभावाज्जीवस्य पुद्गलपरिणामानां पुद्गलकर्मणोऽपि जीवपरिणामानां कर्तृ-
कर्मत्वासिद्धौ निमित्तनैमित्तिकभावमात्रस्याप्रतिषिद्धत्वादितरेतरनिमित्तमात्रीभवनेनैव द्वयोरपि
परिणामः; ततः कारणान्मृत्तिकया कलशस्येव स्वेन भावेन स्वस्य भावस्य करणाज्जीवः स्वभावस्य
कर्ता कदाचित्स्यात्, मृत्तिकया वसनस्येव स्वेन भावेन परभावस्य कर्तुमशक्यत्वात्पुद्गलभावानां तु
कर्ता न कदाचिदपि स्यादिति निश्चयः
[ कर्मत्वं ] કર્મપણે [ परिणमन्ति ] પરિણમે છે, [ तथा एव ] તેમ જ [ जीवः अपि ] જીવ પણ
[ पुद्गलकर्मनिमित्तं ] પુદ્ગલકર્મના નિમિત્તથી [ परिणमति ] પરિણમે છે. [ जीवः ] જીવ
[ कर्मगुणान् ] કર્મના ગુણોને [ न अपि करोति ] કરતો નથી [ तथा एव ] તેમ જ [ कर्म ] કર્મ
[ जीवगुणान् ] જીવના ગુણોને કરતું નથી; [ तु ] પરંતુ [ अन्योऽन्यनिमित्तेन ] પરસ્પર નિમિત્તથી
[ द्वयोः अपि ] બન્નેના [ परिणामं ] પરિણામ [ जानीहि ] જાણો. [ एतेन कारणेन तु ] આ કારણે
[ आत्मा ] આત્મા [ स्वकेन ] પોતાના જ [ भावेन ] ભાવથી [ कर्ता ] કર્તા (કહેવામાં આવે) છે
[ तु ] પરંતુ [ पुद्गलकर्मकृतानां ] પુદ્ગલકર્મથી કરવામાં આવેલા [ सर्वभावानाम् ] સર્વ ભાવોનો
[ कर्ता न ] કર્તા નથી.
ટીકાઃ‘જીવપરિણામને નિમિત્ત કરીને પુદ્ગલો કર્મપણે પરિણમે છે અને
પુદ્ગલકર્મને નિમિત્ત કરીને જીવ પણ પરિણમે છે’એમ જીવના પરિણામને અને પુદ્ગલના
પરિણામને અન્યોન્ય હેતુપણાનો ઉલ્લેખ હોવા છતાં પણ જીવ અને પુદ્ગલને પરસ્પર
વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે જીવને પુદ્ગલપરિણામો સાથે અને પુદ્ગલકર્મને
જીવપરિણામો સાથે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોઈને, માત્ર નિમિત્તનૈમિત્તિકભાવનો નિષેધ નહિ
હોવાથી, અન્યોન્ય નિમિત્તમાત્ર થવાથી જ બન્નેના પરિણામ (થાય) છે; તે કારણે (અર્થાત્
તેથી), જેમ માટી વડે ઘડો કરાય છે તેમ પોતાના ભાવ વડે પોતાનો ભાવ કરાતો હોવાથી,
જીવ પોતાના ભાવનો કર્તા કદાચિત્
છે, પરંતુ જેમ માટી વડે કપડું કરી શકાતું નથી તેમ
પોતાના ભાવ વડે પરભાવનું કરાવું અશક્ય હોવાથી (જીવ) પુદ્ગલભાવોનો કર્તા તો કદી પણ
નથી એ નિશ્ચય છે.
ભાવાર્થઃજીવના પરિણામને અને પુદ્ગલના પરિણામને પરસ્પર માત્ર
નિમિત્તનૈમિત્તિકપણું છે તોપણ પરસ્પર કર્તાકર્મભાવ નથી. પરના નિમિત્તથી જે પોતાના ભાવ
થયા તેમનો કર્તા તો જીવને અજ્ઞાનદશામાં કદાચિત્
કહી પણ શકાય, પરંતુ જીવ પરભાવનો
કર્તા તો કદી પણ નથી.
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૫૧