Samaysar (Gujarati). Gatha: 83.

< Previous Page   Next Page >


Page 152 of 642
PDF/HTML Page 183 of 673

 

background image
ततः स्थितमेतज्जीवस्य स्वपरिणामैरेव सह कर्तृकर्मभावो भोक्तृभोग्यभावश्च
णिच्छयणयस्स एवं आदा अप्पाणमेव हि करेदि
वेदयदि पुणो तं चेव जाण अत्ता दु अत्ताणं ।।८३।।
निश्चयनयस्यैवमात्मात्मानमेव हि करोति
वेदयते पुनस्तं चैव जानीहि आत्मा त्वात्मानम् ।।८३।।
यथोत्तरङ्गनिस्तरङ्गावस्थयोः समीरसञ्चरणासञ्चरणनिमित्तयोरपि समीरपारावारयोर्व्याप्य-
व्यापकभावाभावात्कर्तृकर्मत्वासिद्धौ, पारावार एव स्वयमन्तर्व्यापको भूत्वादिमध्यान्तेषूत्तरङ्ग-
निस्तरङ्गावस्थे व्याप्योत्तरङ्गं निस्तरङ्गं त्वात्मानं कुर्वन्नात्मानमेकमेव कुर्वन् प्रतिभाति, न पुनरन्यत्;
यथा स एव च भाव्यभावकभावाभावात्परभावस्य परेणानुभवितुमशक्यत्वादुत्तरङ्गं निस्तरङ्गं
त्वात्मानमनुभवन्नात्मानमेकमेवानुभवन् प्रतिभाति, न पुनरन्यत्; तथा ससंसारनिःसंसारावस्थयोः
તેથી એ સિદ્ધ થયું કે જીવને પોતાના જ પરિણામો સાથે કર્તાકર્મભાવ અને
ભોક્તાભોગ્યભાવ (ભોક્તાભોગ્યપણું) છે એમ હવે કહે છે
આત્મા કરે નિજને જ એ મંતવ્ય નિશ્ચયનય તણું,
વળી ભોગવે નિજને જ આત્મા એમ નિશ્ચય જાણવું. ૮૩.
ગાથાર્થ[ निश्चयनयस्य ] નિશ્ચયનયનો [ एवम् ] એમ મત છે કે [ आत्मा ] આત્મા
[ आत्मानम् एव हि ] પોતાને જ [ करोति ] કરે છે [ तु पुनः ] અને વળી [ आत्मा ] આત્મા [ तं
च एव आत्मानम् ] પોતાને જ [ वेदयते ] ભોગવે છે એમ હે શિષ્ય! તું [ जानीहि ] જાણ.
ટીકાજેમ ઉત્તરંગ અને નિસ્તરંગ અવસ્થાઓને પવનનું વાવું અને નહિ વાવું
તે નિમિત્ત હોવા છતાં પણ પવનને અને સમુદ્રને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે
કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, સમુદ્ર જ પોતે અંતર્વ્યાપક થઈને ઉત્તરંગ અથવા નિસ્તરંગ
અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને ઉત્તરંગ અથવા નિસ્તરંગ એવા પોતાને કરતો થકો,
પોતાને એકને જ કરતો પ્રતિભાસે છે પરંતુ અન્યને કરતો પ્રતિભાસતો નથી; અને વળી જેમ
તે જ સમુદ્ર, ભાવ્યભાવકભાવના (
ભાવ્યભાવકપણાના) અભાવને લીધે પરભાવનું પર વડે
૧.ઉત્તરંગ = જેમાં તરંગો ઊઠે છે એવું; તરંગવાળું.
૨.નિસ્તરંગ = જેમાં તરંગો વિલય પામ્યા છે એવું; તરંગ વિનાનું.
૧૫૨
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-