કહાનજૈનશાસ્ત્રમાળા ]
पुद्गलकर्मविपाकसम्भवासम्भवनिमित्तयोरपि पुद्गलकर्मजीवयोर्व्याप्यव्यापकभावाभावात्कर्तृकर्मत्वा- सिद्धौ, जीव एव स्वयमन्तर्व्यापको भूत्वादिमध्यान्तेषु ससंसारनिःसंसारावस्थे व्याप्य ससंसारं निःसंसारं वात्मानं कुर्वन्नात्मानमेकमेव कुर्वन् प्रतिभातु, मा पुनरन्यत्; तथायमेव च भाव्यभावक- भावाभावात् परभावस्य परेणानुभवितुमशक्यत्वात्ससंसारं निःसंसारं वात्मानमनुभवन्नात्मानमेक- मेवानुभवन् प्रतिभातु, मा पुनरन्यत्
અનુભવાવું અશક્ય હોવાથી, ઉત્તરંગ અથવા નિસ્તરંગરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસે છે પરંતુ અન્યને અનુભવતો પ્રતિભાસતો નથી; તેવી રીતે સસંસાર અને નિઃસંસાર અવસ્થાઓને પુદ્ગલકર્મના વિપાકનો ✽સંભવ અને અસંભવ નિમિત્ત હોવા છતાં પણ પુદ્ગલકર્મને અને જીવને વ્યાપ્યવ્યાપકભાવના અભાવને લીધે કર્તાકર્મપણાની અસિદ્ધિ હોવાથી, જીવ જ પોતે અંતર્વ્યાપક થઈને સસંસાર અથવા નિઃસંસાર અવસ્થાને વિષે આદિ-મધ્ય-અંતમાં વ્યાપીને સસંસાર અથવા નિઃસંસાર એવા પોતાને કરતો થકો, પોતાને એકને જ કરતો પ્રતિભાસો પરંતુ અન્યને કરતો ન પ્રતિભાસો; અને વળી તેવી રીતે આ જ જીવ, ભાવ્યભાવકભાવના અભાવને લીધે પરભાવનું પર વડે અનુભવાવું અશક્ય હોવાથી, સસંસાર અથવા નિઃસંસારરૂપ પોતાને અનુભવતો થકો, પોતાને એકને જ અનુભવતો પ્રતિભાસો પરંતુ અન્યને અનુભવતો ન પ્રતિભાસો.
ભાવાર્થઃ — આત્માને પરદ્રવ્ય – પુદ્ગલકર્મ – ના નિમિત્તથી સસંસાર-નિઃસંસાર અવસ્થા છે. તે અવસ્થારૂપ આત્મા પોતે જ પરિણમે છે. તેથી તે પોતાનો જ કર્તા-ભોક્તા છે; પુદ્ગલકર્મનો કર્તા-ભોક્તા તો કદી નથી.
હવે વ્યવહાર દર્શાવે છેઃ —
✽સંભવ = થવું તે; ઉત્પત્તિ.