Samaysar (Gujarati).

< Previous Page   Next Page >


Page 154 of 642
PDF/HTML Page 185 of 673

 

background image
व्यवहारस्य त्वात्मा पुद्गलकर्म करोति नैकविधम्
तच्चैव पुनर्वेदयते पुद्गलकर्मानेकविधम् ।।८४।।
यथान्तर्व्याप्यव्यापकभावेन मृत्तिकया कलशे क्रियमाणे भाव्यभावकभावेन मृत्तिकयैवा-
नुभूयमाने च बहिर्व्याप्यव्यापकभावेन कलशसम्भवानुकूलं व्यापारं कुर्वाणः कलशकृततोयोपयोगजां
तृप्तिं भाव्यभावकभावेनानुभवंश्च कुलालः कलशं करोत्यनुभवति चेति लोकानामनादिरूढोऽस्ति
तावद्वयवहारः, तथान्तर्व्याप्यव्यापकभावेन पुद्गलद्रव्येण कर्मणि क्रियमाणे भाव्यभावकभावेन
पुद्गलद्रव्येणैवानुभूयमाने च बहिर्व्याप्यव्यापकभावेनाज्ञानात्पुद्गलकर्मसम्भवानुकूलं परिणामं
कुर्वाणः पुद्गलकर्मविपाकसम्पादितविषयसन्निधिप्रधावितां सुखदुःखपरिणतिं भाव्यभावकभावेना-
नुभवंश्च जीवः पुद्गलकर्म करोत्यनुभवति चेत्यज्ञानिनामासंसारप्रसिद्धोऽस्ति तावद्वयवहारः
ગાથાર્થ[ व्यवहारस्य तु ] વ્યવહારનયનો એ મત છે કે [ आत्मा ] આત્મા
[ नैकविधम् ] અનેક પ્રકારના [ पुद्गलकर्म ] પુદ્ગલકર્મને [ करोति ] કરે છે [ पुनः च ] અને
વળી [ तद् एव ] તે જ [ अनेकविधम् ] અનેક પ્રકારના [ पुद्गलकर्म ] પુદ્ગલકર્મને [ वेदयते ]
તે ભોગવે છે.
ટીકાજેમ, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી માટી ઘડાને કરે છે અને ભાવ્યભાવક-
ભાવથી માટી જ ઘડાને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી ઘડાના સંભવને
અનુકૂળ એવા (ઇચ્છારૂપ અને હસ્તાદિકની ક્રિયારૂપ પોતાના) વ્યાપારને કરતો અને ઘડા વડે
કરેલો પાણીનો જે ઉપયોગ તેનાથી ઊપજેલી તૃપ્તિને (પોતાના તૃપ્તિભાવને) ભાવ્યભાવકભાવ
વડે અનુભવતો
ભોગવતો એવો કુંભાર ઘડાને કરે છે અને ભોગવે છે એવો લોકોનો અનાદિથી
રૂઢ વ્યવહાર છે; તેવી રીતે, અંદરમાં વ્યાપ્યવ્યાપકભાવથી પુદ્ગલદ્રવ્ય કર્મને કરે છે અને
ભાવ્યભાવકભાવથી પુદ્ગલદ્રવ્ય જ કર્મને ભોગવે છે તોપણ, બહારમાં, વ્યાપ્યવ્યાપકભાવથી
અજ્ઞાનને લીધે પુદ્ગલકર્મના સંભવને અનુકૂળ એવા (પોતાના રાગાદિક) પરિણામને કરતો અને
પુદ્ગલકર્મના વિપાકથી ઉત્પન્ન થયેલી વિષયોની જે નિકટતા તેનાથી ઊપજેલી (પોતાની)
સુખદુઃખરૂપ પરિણતિને ભાવ્યભાવકભાવ વડે અનુભવતો
ભોગવતો એવો જીવ પુદ્ગલકર્મને કરે
છે અને ભોગવે છે એવો અજ્ઞાનીઓનો અનાદિ સંસારથી પ્રસિદ્ધ વ્યવહાર છે.
ભાવાર્થઃપુદ્ગલકર્મને પરમાર્થે પુદ્ગલદ્રવ્ય જ કરે છે; જીવ તો પુદ્ગલકર્મની
સંભવ = થવું તે; ઉત્પત્તિ.
૧૫૪
સમયસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-