अथैनं दूषयति —
जदि पोग्गलकम्ममिणं कुव्वदि तं चेव वेदयदि आदा ।
दोकिरियावदिरित्तो पसज्जदे सो जिणावमदं ।।८५।।
यदि पुद्गलकर्मेदं करोति तच्चैव वेदयते आत्मा ।
द्विक्रियाव्यतिरिक्तः प्रसजति स जिनावमतम् ।।८५।।
इह खलु क्रिया हि तावदखिलापि परिणामलक्षणतया न नाम परिणामतोऽस्ति
भिन्ना; परिणामोऽपि परिणामपरिणामिनोरभिन्नवस्तुत्वात्परिणामिनो न भिन्नः । ततो या काचन
ઉત્પત્તિને અનુકૂળ એવા પોતાના રાગાદિક પરિણામોને કરે છે. વળી પુદ્ગલદ્રવ્ય જ
પુદ્ગલકર્મને ભોગવે છે; જીવ તો પુદ્ગલકર્મના નિમિત્તથી થતા પોતાના રાગાદિક પરિણામોને
ભોગવે છે. પરંતુ જીવ અને પુદ્ગલનો આવો નિમિત્તનૈમિત્તિકભાવ દેખીને અજ્ઞાનીને એવો ભ્રમ
છે કે પુદ્ગલકર્મને જીવ કરે છે અને ભોગવે છે. આવો અનાદિ અજ્ઞાનને લીધે અનાદિ કાળથી
પ્રસિદ્ધ વ્યવહાર છે.
પરમાર્થે જીવ-પુદ્ગલની પ્રવૃત્તિ ભિન્ન હોવા છતાં, જ્યાં સુધી ભેદજ્ઞાન ન હોય ત્યાં
સુધી બહારથી તેમની પ્રવૃત્તિ એક જેવી દેખાય છે. અજ્ઞાનીને જીવ-પુદ્ગલનું ભેદજ્ઞાન નહિ
હોવાથી ઉપલક દ્રષ્ટિએ જેવું દેખાય તેવું તે માની લે છે; તેથી તે એમ માને છે કે જીવ
પુદ્ગલકર્મને કરે છે અને ભોગવે છે. શ્રી ગુરુ ભેદજ્ઞાન કરાવી, પરમાર્થ જીવનું સ્વરૂપ
બતાવીને, અજ્ઞાનીના એ પ્રતિભાસને વ્યવહાર કહે છે.
હવે આ વ્યવહારને દૂષણ દે છેઃ —
પુદ્ગલકરમ જીવ જો કરે, એને જ જો જીવ ભોગવે,
જિનને અસંમત દ્વિક્રિયાથી અભિન્ન તે આત્મા ઠરે. ૮૫.
ગાથાર્થઃ — [ यदि ] જો [ आत्मा ] આત્મા [ इदं ] આ [ पुद्गलकर्म ] પુદ્ગલકર્મને [ करोति ]
કરે [ च ] અને [ तद् एव ] તેને જ [ वेदयते ] ભોગવે તો [ सः ] તે આત્મા [ द्विक्रियाव्यतिरिक्तः ]
બે ક્રિયાથી અભિન્ન [ प्रसजति ] ઠરે એવો પ્રસંગ આવે છે — [ जिनावमतं ] જે જિનદેવને સંમત
નથી.
ટીકાઃ — પ્રથમ તો, જગતમાં જે ક્રિયા છે તે બધીયે પરિણામસ્વરૂપ હોવાથી ખરેખર
પરિણામથી ભિન્ન નથી ( – પરિણામ જ છે); પરિણામ પણ પરિણામીથી (દ્રવ્યથી) ભિન્ન નથી
કહાનજૈનશાસ્ત્રમાળા ]
કર્તાકર્મ અધિકાર
૧૫૫